VIDEO: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું થીમ સોન્ગ રિલીઝ, જાણો શું છે ખાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news
Bharat Jodo Nyay Yatra theme Song: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલ 14 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ યાત્રાનો હેતુ મોદી સરકારના 10 વર્ષ દરમિયાન થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો છે. આ યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાઈ રહી છે. શુક્રવારે પાર્ટીએ ‘સહો મત, ડરો મત’ ટેગ લાઈન સાથે તેનું થીમ સોન્ગ રિલીઝ કરી દીધું છે. આ ગીતને પાર્ટીના  તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવ્યું છે.

ભારત જોડો યાત્રાની જોવા મળી ઝલક

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના ગીતમાં પ્રદર્શનકારી મહિલા પહેલવાનો, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની ઝલક અને ખેડૂતો-શ્રમિકોની સાથે કોંગ્રેસ નેતાની વાતચીતની ઝલક જોવા મળે છે.

રાહુલ ગાંધીએ શેર કર્યો વીડિયો

રાહુલ ગાંધીએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ભારત જોડો ન્યાય યાત્રાના ગીતના વીડિયોને શેર કર્યો છે. તેમણે લખ્યું છે- જ્યાં સુધી ન્યાયનો હક નહીં મળે ત્યાં સુધી અમે દરેક ઘર, શેરીઓ, ગલીઓ, સંસદ સુધી જઈશું. સહન કરશો નહીં… ડરશો નહીં.

જયરામ રમેશે શેર કર્યો વીડિયો

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક્સ (ટ્વિટર) પર કહ્યું કે, ભારત જોડો ન્યાય યાત્રા છેલ્લા 10 વર્ષોના અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે છે. તેનું થીમ સોન્ગ આજે રિલીઝ કરવામાં આવ્યું છે. તેમણે લોકોને આ સોન્ગને સાંભળવાની અને શેર કરવાની અપીલ કરી છે.

મણિપુરથી શરૂ થશે આ યાત્રા

તમને જણાવી દઈએ કે, ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થશે, જે 15 રાજ્યોમાં 6700 કિલોમીટરનું અંતર કાપીને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા દ્વારા કોંગ્રેસ 100 સંસદીય ક્ષેત્રો અને 337 વિધાનસભા ક્ષેત્રોને કવર કરશે.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT