Rahul Gandhi’s car ‘targeted’: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયો હુમલો

ADVERTISEMENT

Bharat Jodo Nyay Yatra
Bharat Jodo Nyay Yatra
social share
google news
  • પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીના કાફલા પર હુમલો
  • હુમલામાં રાહુલ ગાંધીની કારનો કાચ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું
  • ભારત જોડો ન્યાય યાત્રા આજે સવારે પશ્ચિમ બંગાળમાં પ્રવેશી

Bharat Jodo Nyay Yatra: હાલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આ યાત્રા દરમિયાન આજે તેમના કાફલા પર હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટના દરમિયાન વાહનના કાચ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીના કાફલા પર હુમલો

રાહુલ ગાંધીની યાત્રા આજે પશ્ચિમ બંગાળમાં હતી ત્યારે તેમના પર હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. માહિતી મળી રહી છે કે પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીના કાફલાને નિશાન બનાવવામાં આવ્યું હતું. કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ અરાજકતાવાદી તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે.

ADVERTISEMENT

ભારત જોડો ન્યાય યાત્રા આજે સવારે પશ્ચિમ બંગાળમાં પ્રવેશી

બિહારના કટિહારથી આગળ વધીને, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ન્યાય યાત્રા બુધવારે સવારે 11.30 વાગ્યે માલદા થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. કોંગ્રેસના પૂર્વ વડા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) ની છત પર બેઠેલા જોવા મળ્યા હતા, જે ધીમે ધીમે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન તેમની યાત્રામાં કેટલાક અરાજકતાવાદી હુમલો કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીની કારને પણ નુકશાન થયા હોવાની માહિતી મળી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT