ભીખ માંગીને મહિલાએ 45 દિવસમાં 2.5 લાખની કમાણી કરી, પતિને બાઈક અપાવ્યું, બાળકોના નામે FD કરાવી

ADVERTISEMENT

પ્રતિકાત્મક તસવીર
MP Beggar News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં 8 વર્ષથી મહિલા ભીખ માંગીને ગુજરાન ચલાવતી હતી.

point

મહિલાએ 45 દિવસના સમયગાળામાં દીકરી સાથે ભીખ માંગીને 2.5 લાખની કમાણી કરી.

point

દીકરી પાસે ભીખ મગાવતા મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરાશે.

MP Beggar Woman: મધ્ય પ્રદેશના ઈન્દોરના લવકુશ ચાર રસ્તા પર પોતાની દીકરી સાથે ભીખ માંગીને ગુજરાન ચલાવતી એક મહિલાએ માત્ર 45 દિવસમાં 2.5 લાખ રૂપિયા કમાઈ લીધા. લાખોપતિ ભિખારી વિરુદ્ધ જેજે એક્ટની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે. બાળ સુધારણ ગૃહમાં તેની પુત્રીએ નિવેદન આપ્યું હતું કે તેની માતા ભીખ મંગાવતી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે,   તેણે 45 દિવસમાં 2.5 લાખ રૂપિયાની કમાણી કરી હતી. હકીકતમાં, ઇન્દોરને ભિખારી મુક્ત બનાવવા માટે, પાંચ દિવસ પહેલા, કલેક્ટર આશિષ સિંહની સૂચના પર, સંસ્થાના પ્રવેશના વડા રૂપાલી જૈને ઇન્દિરા નામની મહિલાને બાળકી સાથે પકડી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ કહ્યું, હું માત્ર ભીખ માંગું છું, ચોરી નથી કરતી.

મહિલા પાસે વ્હીકલનું લાઈસન્સ

પૂછપરછ દરમિયાન ખબર પડી કે મહિલાનું નામ ઈન્દિરા છે. તેના નામે એક બાઇક છે. મહિલાના નામે લાયસન્સ પણ છે. તેને બાઇક ચલાવતા આવડતું નથી. લાઇસન્સ કેવી રીતે મેળવ્યું તે તપાસનો વિષય છે. તે કમાયેલા પૈસા પોતાની પાસે રાખતી હતી. પતિની કમાણી પતિ પાસે અને બાળકોની કમાણી બાળકો પાસે રહેતી હતી. ઈન્દિરા વિરુદ્ધ કાર્યવાહીના સમાચાર આવતા જ પતિ અમરલાલ તેમના બે પુત્રો સાથે રાજસ્થાન ભાગી ગયો હતો.

મહિલા લગભગ 8 વર્ષથી ભીખ માંગે છે

વડાપ્રધાન મોદીએ ભીખ મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું છે. આ ક્રમમાં ઈન્દોરના કલેક્ટર દ્વારા બાળકો પાસે ભીક્ષાવૃત્તિ કરાવવાનું બંધ કરવા સૂચના આપવામાં આવી છે. સાત દળોની ટીમ બનાવવામાં આવી છે, જેમાં મહિલા અને બાળ વિકાસ અને સંસ્થા પ્રવેશની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે અને બાળ ભીક્ષુકોને માંગતા રોકવા માટે તમામ મુખ્ય ચાર રસ્તા અને તમામ મુખ્ય મંદિરો પર કામ કરી રહી છે. 7 ફેબ્રુઆરીએ લવ-કુશ ચાર રસ્તા પર એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક મહિલાને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. મહિલાને 5 બાળકો છે. બે બાળકો તેના ગામ રાજસ્થાનમાં છે. મહિલા લગભગ 8 વર્ષથી તેના ત્રણ બાળકો અને પતિ સાથે અહીં ભીખ માંગી રહી હતી. કેસ નોંધાતાની સાથે જ પતિ બંને બાળકો સાથે ફરાર થઈ ગયો હતો પરંતુ મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી.

ADVERTISEMENT

મહિલાએ 7 દિવસમાં ભીખ માંગીને 19200 રૂપિયા કમાયા

મળતી માહિતી મુજબ, મહિલાએ 7 દિવસમાં ભીખ માંગીને 19200 રૂપિયા કમાયા હતા. તેણે તેના ગામમાં સાસુ અને સસરાને એક લાખ રૂપિયા મોકલ્યા હતા. તેમના પુત્રોના નામે 50 હજાર રૂપિયાની FD કરાવી હતી. ખાતામાં 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા. અને ખર્ચ પેટે રૂ.50 હજાર રાખ્યા હતા. મહિલાને જિલ્લા કોર્ટમાં મોકલી આપવામાં આવી છે. મહિલાના બાળકોને ચિલ્ડ્રન સર્વે હોમમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં તેમને શિક્ષણ આપવામાં આવશે. કાઉન્સેલિંગ કરવામાં આવશે અને મહિલા વિરુદ્ધ જેજે એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજસ્થાનમાં પાક્કું મકાન અને ખેતી

મહિલા મૂળ રાજસ્થાનના કલામંદા ગામની છે. મહિલા પાસે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઇક અને સ્માર્ટફોન પણ છે. ગામમાં ખેતી અને પાક્કું મકાન પણ છે. આમ છતાં તે ભીખ માંગવાનું કામ કરતી હતી.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT