Mahadev App: લોકસભા ચૂંટણી પહેલા ભૂપેશ બઘેલની વધી મુશ્કેલી, પૂર્વ CM અને 21 લોકો સામે FIR

ADVERTISEMENT

Former Chief Minister Bhupesh Baghel
છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ સામે FIR
social share
google news

Former Chief Minister Bhupesh Baghel: લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (Former Chief Minister Bhupesh Baghel)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં તેમની સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે ભૂપેશ બઘેલ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસઘાત સાથે સંબંધિત વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. FIR માં ભૂપેશ બઘેલ  ઉપરાંત મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત અન્ય 21 લોકોના  નામ છે.

વિવિધ કલમો હેઠળ નોંધાયો કેસ 

ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી બઘેલ અને અન્ય સામે IPCની કલમ 120B, 34, 406, 420, 468 અને 471 હેઠળ FIR નોંધાઈ છે. સૂત્રોએ જણાવ્યું કે ભૂપેશ બઘેલ અને 21 અન્ય લોકો સામે 4 માર્ચે FIR નોંધાઈ હતી. 

ઈડીના દાવા બાદ કેસ ચર્ચામાં આવ્યો

મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે EDએ દાવો કર્યો કે તેણે એક 'કેશ કુરિયર'ના ઈમેલ સ્ટેટમેન્ટને રેકોર્ડ કર્યું છે, જેમાં ખુલાસો થયો છે કે ભૂપેશ બઘેલએ UAE ખાતે રહેતા એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે 508 કરોડ રૂપિયા લીધા હતા. તો મહાદેવ બુકના માલિક પણ હવે કસ્ટડીમાં છે, તેમની મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

ભૂપેશ બઘેલે ઉઠાવ્યો હતો સવાલ 

ED ની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, 'આ વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે તે 'મહાદેવ એપ'નો માલિક છે. આશ્ચર્યની વાત એ છે કે મહિનાઓથી આ કેસની તપાસ કરી રહેલી એજન્સી EDને હજુ સુધી આ વાતની જાણ નહોતી અને બે દિવસ પહેલા સુધી ED તેમને મેનેજર ગણાવી રહી હતી. છત્તીસગઢના લોકો બધુ સમજી રહ્યા છે. તેઓ ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગી EDને યોગ્ય જવાબ આપશે.'


મહાદેવ બેટિંગ એપ શું છે?

મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવેલી એપ છે. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવી ગેમ અને ચૂંટણીમાં પણ ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા આ એપનું નેટવર્ક ઝડપથી ફેલાઈ ગયું અને સૌથી વધુ એકાઉન્ટ છત્તીસગઢમાં ખુલ્યા હતા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી. વાસ્તવમાં મહાદેવ સટ્ટાબાજીની એપ ઘણી બ્રાન્ચમાંથી ચલાવવામાં આવતી હતી. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક બ્રાન્ચને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT