UMESH PAL ની હત્યા પહેલા શૂટર્સને શાઇસ્તાએ કર્યા હતા ખુશ, આઇફોન પણ આપ્યા
UMESH PAL MURSER CASE : ઉમેશપાલની હત્યાને 63 દિવસ થઇ ચુક્યા છે. સતત આ હત્યા મુદ્દે નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કડીમાં એક…
ADVERTISEMENT
UMESH PAL MURSER CASE : ઉમેશપાલની હત્યાને 63 દિવસ થઇ ચુક્યા છે. સતત આ હત્યા મુદ્દે નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કડીમાં એક મોટી જાણકારી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉમેશ પાલની હત્યા માટે કથિત રીતે અતીક અહેમદે કોડ નેમ આપ્યા હતા. આ કાવત્રા માટે એક ખાસ કોડ નેમ રાખવામાં આવ્યું હતું. એટલું જ નહી સમગ્ર કાવત્રાને પુર્ણ કરતા પહેલા શૂટર્સે કથિત રીતે પાર્ટી પણ કરી હતી. 24 ફેબ્રુઆરીએ શૂટર્સે પ્રયાગરાજના રસ્તાઓ પર દહેશત ફેલાવી હતી. જાહેરમાં ઉમેશપાલને બોમ્બ અને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
પોલીસ પકડી ન શકે તેવું ફુલપ્રુફ પ્લાનિંગ
સુત્રો અનુસાર આ હત્યા પહેલા ગૈંગ IS 227 એ ફુલપ્રુફ પ્લાનિંગ કર્યું હતું. સુત્રો અનુસાર જેલમાં બંધ અતીક અહેમદ અને તેના ભાઇ અશરફે શાઇસ્તા-અસદની સાથે મળીને કાવત્રાની બ્લુ પ્રિંટ તૈયાર કરી હતી. કથિત રીતે ડોન અતીકે આ પ્લાન બનાવ્યો હતો. આ એવું આયોજન હતું, જેને ઉમેશપાલને પણ રસ્તામાંથી હટાવી દે અને પોલીસ તેમનું કંઇ પણ બગાડી ન શકે. જો કે થયું પણ કંઇક એવું જ હતું. સુત્રોએ જણાવ્યું કે, કોડ નેમન દ્વારા આ કાવત્રાને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. ઓપરેશનને નામ આપ્યા બાદ શૂટર્સની પસંદગી કરવામાં આવી હતી. દરેક શુટર માટે અલગ અલગ આઇફોન ખરીદવામાં આવ્યા હતા. નકલી સીમકાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. શૂટર્સની ઓળખ છુપાવવા માટે ખાસ કોડનેમ પણ અપાયા હતા.
ઉમેશની હત્યા પહેલા પાર્ટી
સુત્રો અનુસાર ઉમેશપાલની હત્યા પહેલા અતીકની ગેંગે કથિત રીતે પાર્ટી પણ કરી હતી. આ પાર્ટીમાં કથિત રીતે શાઇસ્તા, ગુડ્ડુ મુસ્લિમ અને અન્ય કેટલાક શુટર્સ પણ જોડાયા હતા. ડોને પોતાના પરિવારને બચાવવા માટેની પુરી વ્યવસ્થા કરી હતી. એવું કાયદેસરના દાવપેચવાળું ષડયંત્ર બનાવ્યું કે પોલીસ તેમાં જ ફસાયેલી રહે અને તેના પરિવારને કંઇ પણ ન કરી શકે. જો કે આ તમામ માહિતી સુત્રો દ્વારા મળી રહી છે અને ગુજરાત તક તેની કોઇ જ પૃષ્ટી કરતું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT