સરકાર ઝડપી કાર્યવાહી કરે નહી તો પરિણામ ભોગવવા તૈયાર રહે: રાજ શેખાવતની ચિમકી

ADVERTISEMENT

Raj Shekhawat About Gujarat
Raj Shekhawat About Gujarat
social share
google news

અમદાવાદ : સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાબતે શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો. શેખાવતે જણાવ્યું કે, આજે બપોરે એક વાગ્યે રાજપુત કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા થઇ છે. વિશ્વાસઘાત કરીને કેટલાક લોકો મળવા માટે આવ્યા અને પછી કાવત્રાથી તેમની હત્યા કરી નાખવામાં આવી. આ સમગ્ર ક્ષત્રીય સમાજ માટે ખુબ જ દુખની વાત છે.

પોલીસ તંત્ર, ઇન્વેસ્ટિગેશન એજન્સી, સીઆઇડી, આઇબી અને રો જેવી અનેક સંસ્થાઓ હોવા છતા આ થયું જે આ એજન્સીઓ માટે ખુબ જ શરમજનક બાબત છે. તમામ સંસ્થાઓ ઉંઘતી ઝડપાઇ છે. જો સરકાર આ અંગે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીઓને ફાંસીની સજા નહી આપે તો પછી અમે કાયદો હાથમાં લઇશું.

રાજપુતો ફરી એકવાર મેદાને આવ્યા બાદ જે પણ સ્થિતિ સર્જાય તેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશે. ટુંકમાં ન્યાય ન મળે તો પછી રાજ્ય અને દેશમાં જે પમ સ્થિતિ સર્જાય તેના માટે સરકાર પોતે જ જવાબદાર રહેશે. ભારત વર્ષમાં હત્યાઓ અંજામ આપતા આ લોકોને પણ કરણી સેના જવાબ આપશે. જો આંદોલનની જરૂર પડે તો તે પણ કરીશું. હવે આરપારની જ વાત થશે.

ADVERTISEMENT

આ અંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે, ગત્ત સરકારના સમયથી જે પ્રકારે ગેંગવોર વકરી છે તે રાજસ્થાનની અરાજક સ્થિતિનું આ ઉદાહણ છે. રાજ્યને અગ્નિમાં ધકેલવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું છે. કરણી સેના અધ્યક્ષને અનેક ધમકીઓ મળી હોવા છતા અને પોલીસ ફરિયાદ હોવા છતા તેમને જે પ્રકારની સુરક્ષા મળવી જોઇએ તે પ્રકારની સુરક્ષા મળી નહોતી. આ જેમણે પણ કર્યું છે તેમની તત્કાલ ધરપકડ થાય અે કડકમાં કડક સજા મળે તે ખુબ જ જરૂરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT