BCCIએ ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકા વિરૂદ્ધ હોમ સિરિઝનું શેડ્યૂલ જાહેર કર્યું, ઘરઆંગણે ભારત કુલ 9 મેચ રમશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં પોતાની હોમ સીઝનની શરૂઆત કાંગારૂ(ઓસ્ટ્રેલિયા) ટીમ સામે T20 સીરીઝથી કરશે. ત્યારપછી દક્ષિણ આફ્રિકા સામે T20 અને વનડે સિરીઝ રમવા માટે હિટમેન એન્ડ ટીમ તૈયાર રહેશે. ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન કુલ 9 મેચો રમાશે. તેવામાં હવે આગામી T20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને BCCIએ T20 સિરીઝ માટે બે દિગ્ગજ ટીમોને ભારત આમંત્રણ આપ્યું છે.

સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે સિરીઝનું આયોજન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20 મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે જ્યારે બીજી T20 મેચ 23 સપ્ટેમ્બરે નાગપુરમાં અને ત્રીજી T20 મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે. ત્યારપછી, ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે T20 સિરીઝ રમીને T20 વર્લ્ડ કપની તૈયારીઓ હાથ ધરશે.

કોવિડનાં કારણે રદ થયેલી વનડે સિરીઝ રમવા ભારત સજ્જ..

ADVERTISEMENT

  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 28 સપ્ટેમ્બરે ત્રિવેન્દ્રમમાં પહેલી T20 મેચ, બીજી T20 મેચ ગુવાહાટીમાં 2 ઓક્ટોબરે અને ત્રીજી T20 મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે.
  • આ સિરીઝ પછી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમશે.
  • વનડે સિરીઝની પહેલી મેચ 6 ઓક્ટોબરે લખનઉમાં, બીજી મેચ 9 ઓક્ટોબરે રાંચીમાં અને ત્રીજી મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.
  • આ વનડે સિરીઝ 2020માં રદ થયેલી ODI સિરીઝના સ્થાને રમવામાં આવશે.
  • વાસ્તવમાં, 2020માં કોરોનાને કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝ રદ કરવામાં આવી હતી. ત્યારપછી દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે પહોંચી હતી.
  • આ સિરીઝ વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 સિરીઝ

મેચ તારીખ સ્થળ
પહેલી T20 20 સપ્ટેમ્બર મોહાલી
બીજી T20 23 સપ્ટેમ્બર નાગપુર
ત્રીજી T20 25 સપ્ટેમ્બર હૈદરાબાદ

 

ADVERTISEMENT

ભારત અને દ.આફ્રિકા વચ્ચેની T20 સિરીઝ

મેચ તારીખ સ્થળ
પહેલી T20 28 સપ્ટેમ્બર ત્રિવેન્દ્રમ
બીજી T20 2 ઓક્ટોબર ગુવાહાટી
ત્રીજી T20 4 ઓક્ટોબર ઈંદોર

ભારત અને દ.આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝ

મેચ તારીખ સ્થળ
પહેલી વનડે 6 ઓક્ટોબર લખનઉ
બીજી વનડે 9 ઓક્ટોબર રાંચી
ત્રીજી વનડે 11 ઓક્ટોબર દિલ્હી

    follow whatsapp

    ADVERTISEMENT