‘તારક મહેતા…ના સેટ પર એટલું ટોર્ચર થયું કે આપઘાતના વિચાર આવતા હતા’, બાવરીનું છલકાયું દર્દ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદોમાં ઘેરાતો નજર આવી રહ્યો છે. એક બાદ એક શોના કલાકારો શો વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. જેનિફર મિસ્ત્રી બાદ હવે શોમાં બાવરીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મોનિકા ભદોરિયા સામે આવી છે. મોનિકાએ કહ્યું કે, સેટ પર તેને ખૂબ ટોર્ચર કરવામાં આવી હતી. આટલું જ નહીં તેણે દાવો કર્યો છે કે, મેકર્સે જબરજસ્તી તેની પાસે કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો જેથી તે શો વિશે મીડિયામાં જઈને કંઈ ન બોલી શકે.

કેમ છોડ્યો શો?
પિંકવિલામાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં મોનિકાએ કહ્યું, હું ઘણી બધી પારિવારિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહી હતી. મેં ઘણા ઓછા સમયમાં મારી માતા અને દાદી બંનેને ગુમાવી દીધા. મા અને દાદીના જતા રહ્યા બાદ મને લાગી રહ્યું હતું કે મારી જિંદગીમાં હવે કંઈ નથી બચ્યું. આ દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે પણ કામ કરી રહી હતી. તેમણે મારી પરેશાની સમજવાને બદલે મને ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું. તેઓ કહેતા, ‘તારા પિતાનું તો મોત થઈ ગયું હતું, અમે તને પૈસા આપ્યા જેથી તારી બીમાર માતાની સારવાર થઈ શકે.’ આ શબ્દ મને ખૂબ પરેશાન કરવા લાગ્યા હતા. એવું લાગવા લાગ્યું હતું કે મારે આપઘાત કરી લેવો જોઈએ.’

બાઘાની પ્રેમિકા બાવરીનું પાત્ર ભજવતી એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ વર્ષ 2019માં મેકર્સ સાથે અણબનાવના કારણે શો છોડી દીધો. પરંતુ ત્યારે તેણે અસિત મોદી વિરુદ્ધ કંઈ નહોતું કહ્યું. એવું કેમ? મોનિકાએ જણાવ્યું કે તેમણે તેની પાસે એક કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો હતો. મોનિકા કહે છે, જ્યારે મેં શો છોડ્યો ત્યારે કોઈએ મારો સાથ નહોતો આપ્યો. પછી મેં મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે શોના મેકર્સે મારી પાસે બોન્ડ સાઈન કરાવી લીધા. જો હું મીડિયામાં કંઈ ન બોલવાનું પ્રોમિસ કરું છું તો મને મારા બાકીના પૈસા આપી દેશે.

ADVERTISEMENT

દોઢ વર્ષ સુધી પૈસા ન આપ્યા
મોનિકાએ આગળ કહ્યું, મેં તેમના કહેવા પર કોન્ટ્રાક્ટ સાઈન તો કરી લીધો, પરંતુ લગભગ દોઢ વર્ષ સુધી મારા પૈસા નહોતા આપ્યા. પછી મેં શોના પ્રોડ્યુસર સોહેલ રોમાનીને ફોન કર્યો. તેણે કહ્યું, આવો બેસીને વાત કરીએ. પોતાની ઓફિસ બોલાવીને તેમણે મારા પર બુમો પાડવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, વાહ, બધું તમારા હિસાબથી થશે. અમે ગાળો પણ ખાઈએ, ટોર્ચર પણ સહન કરીએ અને તમે પૈસા પણ ન આપો! ત્યારે સોહેલે શો વિરુદ્ધ ક્યાંય ફરિયાદ ન કરવા કહ્યું અને મારા પૈસા આપી દીધા.

    follow whatsapp

    ADVERTISEMENT