સીમા, સંગીતા બાદ હવે સાનિયા… પ્રેમી માટે બાંગ્લાદેશથી દીકરા સાથે ભારત પહોંચી વધુ એક મહિલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નોઈડા: પ્રેમ માટે ઈન્ટરનેશનલ બોર્ડર ઓળંગીને સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવી, જે બાદ આવી અનેક પ્રેમ કહાનીઓ સામે આવવા લાગી. બાંગ્લાદેશની એક મહિલા તેના એક વર્ષના બાળક સાથે ભારત આવી છે. મહિલાનું નામ સાનિયા અખ્તર જણાવવામાં આવી રહ્યું છે.

સાનિયા બાંગ્લાદેશથી વિઝા લઈને પતિ સૌરભ કાંત તિવારીને મળવા આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સાનિયા અને સૌરભના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. આ પછી તેમને એક પુત્ર થયો જે હવે એક વર્ષનો છે. સાનિયા હવે તેના પુત્ર સાથે પિતા પાસે નોઈડા આવી ગઈ છે. અહીં આવ્યા પછી તેને ખબર પડી કે સૌરભે બીજા લગ્ન કરી લીધા છે.

સાનિયાનું કહેવું છે કે તેનો પતિ સૌરભ તેને પોતાની સાથે રાખવા માંગતો નથી અને તે કોઈ પણ સંજોગોમાં તેના પતિને છોડવા માંગતી નથી. જે બાદ મામલો નોઈડા પોલીસ સુધી પહોંચ્યો હતો. સોમવારે સાનિયા બાળકીને લઈને સેક્ટર 108માં પોલીસ કમિશનરની ઓફિસ પહોંચી અને મદદ માટે વિનંતી કરી. મહિલાએ જણાવ્યું કે, સૌરભ બાંગ્લાદેશના ઢાકામાં કલ્ટી મેક્સ એનર્જી પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરતો હતો.

ADVERTISEMENT

પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેનું નામ સાનિયા અખ્તર છે. તે ભારત તેના પતિ સૌરભ સાથે રહેવા આવી છે પરંતુ પતિ તેને પોતાની સાથે રાખવા તૈયાર નથી. આ મામલામાં તેની મદદ કરવી જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT