બાંગ્લાદેશમાં બની વચગાળાની સરકાર, નોબલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનસે લીધા શપથ, PM મોદીએ કહ્યું...

ADVERTISEMENT

બાંગ્લાદેશમાં બની વચગાળાની સરકાર
Bangladesh Interim Government
social share
google news

Bangladesh Interim Government : બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અશાંતિ અને વિરોધ વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામા આપ્યું હતું.  શેખ હસીના સરકાર ગયા બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને બંગભવન ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા છે. યુનુસ ગુરુવારે વચગાળાની સરકારનું નેતૃત્વ સંભાળવા પેરિસથી ઢાકા પહોંચ્યા હતા. શપથવિધિ સ્થાનિક સમય અનુસાર રાત્રે 8 વાગ્યે થઈ હતી. 

ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ગ્રામીણ બેંકના સ્થાપક અને પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા યુનુસ વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે. નોંધનીય છે કે, બાંગ્લાદેશની એક કોર્ટે પણ ચાર્જ સંભાળ્યાના એક દિવસ પહેલા જ યુનુસને શ્રમ કાયદાના ઉલ્લંઘનના કેસમાં અગાઉની સજાને રદ કરી દીધી હતી.

અમે હિન્દુઓની રક્ષાની ખાતરીની આશા રાખીએ છીએ : પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને મુહમ્મદ યુનુસને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું કે, પ્રોફેસર મુહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારીઓ ગ્રહણ કરવા પર મારી શુભેચ્છાઓ. અમે હિંદુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સલામતી અને રક્ષણની ખાતરી કરીને સામાન્ય સ્થિતિમાં વહેલા પાછા આવવાની આશા રાખીએ છીએ. શાંતિ, સુરક્ષા અને વિકાસ માટેની આપણા બંને લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ભારત-બાંગ્લાદેશ સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT