બાંગ્લાદેશને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું- 'એવી સ્થિતિ જો ભારતમાં થાય તો...'

ADVERTISEMENT

dhirendra shastri on bangladesh crisis
બાંગ્લાદેશ હિંસાને લઈને બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી
social share
google news

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં  તખ્તાપલટ થઈ ગયું. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ દેશ છોડીને ભાગવું પડ્યું. આ દરમિયાન બાંગ્લાદેશમાં અંતરિમ સરકાર બની ગઈ છે, પરંતુ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જેના પર બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'આ એક મોટું ષડયંત્ર છે. જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો હિંદુઓ ક્યાં જશે.' તેમના નિવેદન બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને સરકાર પાસે મદદની અપીલ પણ કરી હતી.

ભારત પહોંચ્યા બાદ શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી?

તેમણે કહ્યું કે, 'બાંગ્લાદેશના હિંદુઓની વ્યવસ્થા થઈ જશે, તેમને ભારતમાં આશ્રય મળી જશે. પરંતુ જો આવી જ સ્થિતિ ભારતમાં ઉત્પન્ન થઈ ગઈ તો ભારતનો હિંદુ ક્યાં જશે? શું ભારતનો હિંદુ હિંદ મહાસાગર, એટલાન્ટિક કે હિમાલય પર આશ્રય લેશે? અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ બાંગ્લાદેશમાં નિર્માણ થયેલી પરિસ્થિતિ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે. ભારતમાં બધાને રહેવાનો અધિકાર છે, બંધારણમાં બધાને અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ હિંદુઓને સવાલ છે કે જો આવી સ્થિતિ ભારતમાં નિર્માણ થઈ તો તમે ક્યાં જશો?'

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, 'આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેઓ હિંદુ રાષ્ટ્રની માંગ ઉઠાવી રહ્યા છે. હિંદુને જાગૃત કરવાની જરૂર છે, ભાગવાની નહીં, નહીંતર બાંગ્લાદેશીઓની જેમ હિંદુઓને ભારત પણ છોડવું પડશે. તેઓ બાંગ્લાદેશના હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે બાલાજી સરકારને અરજી કરશે અને પ્રાર્થના કરશે કે બાંગ્લાદેશમાં ફરી સુખ શાંતિ સ્થપાય.'

ADVERTISEMENT

વિદેશ પ્રવાસ દરમિયાન શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી?

ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશ અંગે નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા છે કે, ટીવી-સમાચારોના માધ્યમથી મને ખબર પડી છે કે બાંગ્લાદેશની સ્થિતિ ભયંકર છે. બાંગ્લાદેશમાં ઉપદ્રવ થઈ રહ્યો છે અને પથ્થરમારો થઈ રહ્યો છે. 3-4 લાખ પ્રદર્શનકારીઓ ઢાકા પહોંચ્યા. મને ખુબ દુઃખ થાય છે. વિશ્વ શાંતિ માટે બાલાજીના ચરણોમાં પ્રાર્થના છે. 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, 'બાંગ્લાદેશમાં ખુબ વધુ પ્રપંચ બનેલો છે. ત્યાં હિન્દુ પરેશાન છે. મંદિરો તોડફોડ થઈ રહી છે, ખુબ ઉપદ્રવ મચેલો છે. ભારત સરકારને પ્રાર્થના છે. ખુબ જલ્દીથી ભારતે પોતાનું વિશાળ હૃદય બતાવતા બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈઓ માટે વિશેષ વ્યવસ્થા સાથે દ્વાર ખોલી દેવા જોઈએ. નહીતર તેઓ ક્યાં જશે? હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારથી મન પીડિત છે.'

ADVERTISEMENT

આ દરમિયાન બાંગ્લાદેશના હિન્દુઓને પણ અપીલ કરતા કહ્યું કે, 'આપ સૌ ધીરજ રાખો. પોતાનું ધ્યાન રાખો. એકતા બનાવી રાખો. કોઈ વિરોધમાં ન જોડાઓ. વિનમ્રતા પૂર્વક રહો. શાંતિ કામય રહે અને હનુમાનજી સૌની રક્ષા કરે. અમે અહીંથી હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ. તમે તુમ રક્ષક કાહુકો ડરના... ચોપાઈના પાઠ કરો.'

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT