31મી ડિસેમ્બરથી ઓનલાઈન પેમેન્ટ પર પ્રતિબંધ! બંધ થશે ગૂગલ પે, Paytm અને ફોનપે UPI ID, જાણો કેમ?
Google Pay, Phone Pay અને Paytm યુઝર્સની સમસ્યાઓ વધી શકે છે, કારણ કે 31 ડિસેમ્બરથી ઘણા યુઝર્સના UPI ID બંધ થઈ શકે છે. વાસ્તવમાં આ…
ADVERTISEMENT
Google Pay, Phone Pay અને Paytm યુઝર્સની સમસ્યાઓ વધી શકે છે, કારણ કે 31 ડિસેમ્બરથી ઘણા યુઝર્સના UPI ID બંધ થઈ શકે છે. વાસ્તવમાં આ બાબતમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI દ્વારા ગૂગલ પે, પેટીએમ અને ફોન પેને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં NPCI તરફથી થર્ડ પાર્ટી એપ જેમ કે ગૂગલ પે, ફોન પે અને પેટીએમને એવા યુપીઆઈ આઈડી (UPI ID)ને 31 ડિસેમ્બર 2023થી બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે, જે એક વર્ષથી એક્ટિવ નથી. એટલે કે જો તમે એક વર્ષ સુધી તમારા કોઈપણ UPI IDથી ટ્રાન્ઝેક્શન કર્યું નથી, તો તે 31 ડિસેમ્બર, 2023 બાદ બંધ થઈ જશે.
NPCI શું છે?
NPCI એક નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે, જે ભારતની રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ છે. એટલે કે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ જેવી એપ્સ NPCIની માર્ગદર્શિકા પર કામ કરે છે. સાથે જ કોઈપણ વિવાદના સ્થિતિમાં પણ NPCI તેના મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે.
શું કહે છે નિયમ?
NPCIના પરિપત્ર મુજબ, 1 વર્ષ સુધી ઉપયોગ ન થયો હોય એવી UPI IDને બંધ કરવાનું કારણ યુઝરની સિક્યોરિટી છે. વાસ્તવમાં ઘણી વખત યુઝર્સ તેમના જૂના નંબરને ડિલિંક કર્યા વિના નવું ID બનાવી લે છે, જે ફ્રોડનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં એનપીસીઆઈ દ્વારા જૂના આઈડી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
એવી સંભાવના છે કે તમારો જૂનો મોબાઈલ નંબર કોઈ નવા યુઝરને ઈશ્યૂ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું કે, આવી સ્થિતિમાં ફ્રોડ થવાની સંભાવના છે. આ તમામ કારણોસર જૂના આઈડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના તાજેતરના નિર્ણયમાં કહ્યું છે કે ટેલિકોમ પ્રોવાઈડર કંપનીઓ 90 દિવસથી ડિએક્ટિવેટેડ નંબરને બંધ શકે છે. સાથે જ તે નંબર કોઈ બીજાને ટ્રાન્સફર કરી શકે છે. આવી સ્થિતિમાં જે-તે યુઝર સાથે છેતરપિંડી થઈ શકે છે.
નોંધ- જો તમારું UPI ID છેલ્લા એક વર્ષથી એક્ટિવેટેડ છે. એટલે કે જો તમે તે UPI IDથી ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT