વ્હાઇટ હાઉસમાં અધિકારીઓ માટે પ્રતિબંધ, રાષ્ટ્રપતિના બાઇડેનના ‘કમાંડરે’ 10 અધિકારીઓને બચકા ભર્યા
નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના શ્વાન કમાન્ડરે ઓક્ટોબર 2022 થી જાન્યુઆરી 2023 વચ્ચે સીક્રેટ સર્વિસના અધિકારીઓને 10 વખત બચકા રભર્યા છે. હોમલેન્ડ સિક્યોરિટી…
ADVERTISEMENT
નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના શ્વાન કમાન્ડરે ઓક્ટોબર 2022 થી જાન્યુઆરી 2023 વચ્ચે સીક્રેટ સર્વિસના અધિકારીઓને 10 વખત બચકા રભર્યા છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના રેકોર્ડ અનુસાર કુતરાના બચકા ભરવાને કારણે એક અધિકારીને તો હોસ્પિટલ મોકલવા પડ્યા હતા. જ્યૂડિશિયલ વોચ નામના એક જુથે આ સીક્રેટ સર્વિસ રેકોર્ડના લગભગ 200 પેજ જાહેર કર્યા હતા. આ રેકોર્ડ સુચનાની સ્વતંત્રતા અધિનિયમ હેઠળ દાખલ કેસ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
વ્હાઇટ હાઉસ અને સીક્રેટ સર્વિસ મંગળવારે સ્થિતિને સામાન્ય ગણાવતા જોવા મળ્યા હતા. પ્રથમ મહિલા જિલ બાઇડેનની માહિતી નિર્દેશક એલિઝાબેથ એલેક્ઝેન્ડરે એક ઇમેલ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વ્હાઇટ હાઉસ પરિસર પરિવારના પાલતુ જાનવરો માટે એક અલગ પ્રકારનું તણાવપુર્ણ વાતાવરણ છે. બાઇડેન પરિવાર આ સ્થિતિને યોગ્ય બનાવવા અંગે કામ કરી રહ્યું છે.
કમાંડરને મિત્રો પાસે મોકલવામાં આવ્યું
સીક્રેટ સર્વિસના મુખ્ય પ્રવક્તા એથોની ગુગ્લિલ્મીએ એક અલગ ઇમેઇલમાં કહ્યું કે, અમે પોતાના કર્મચારીની સુરક્ષા અને ભલાઇને ખુબ જ ગંભીરતાથી લઇએ છીએ. બાઇડેનને ડિસેમ્બર 2021 માંપોતાના ભાઇ જેમ્સ તરફથી ભેટ સ્વરૂપે શ્વાસ કમાન્ડર મળ્યો હતો. તે જર્મન શેફર્ડ છે. રાષ્ટ્રપતિ પાસે જર્મન શેફર્ડ પ્રજાતીનો એક બીજો કુતરો હતો. જેનું નામ મેજર હતું. વ્હાઇટ હાઉસના અધિકારીઓ અને સીક્રેટ સર્વિસના અધિકારીઓને બચકા ભરવાની ઘટના બાદ ડેલવેયરમાં મિત્રો પાસે રહેવા માટે મોકલી દીધો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT