Balochistan Bomb Blast: ઇદના સરઘસમાં DSP ની કાર નજીક સુસાઇડ બોમ્બરે કર્યો ભયાનક વિસ્ફોટ

ADVERTISEMENT

Balochistan Bomb Blast
Balochistan Bomb Blast
social share
google news

Balochistan Bomb Blast:: પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટમાં 52 લોકોના મોત થઇ ચુક્યા છે, જ્યારે 50 થી વધારે લોકો ઘાયલ છે.

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભયાનક વિસ્ફોટ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક વિસ્ફોટમાં 52 લોકોના મોત નિપજ્યા છે. મરનારા લોકોમાંપોલીસ દળના અનેક જવાનોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ અનેક લોકો ઘાયલ પણ છે. આ માહિતી પાકિસ્તાની અખબાર ડોનના હવાલાથી આવી રહી છે.

મદીના મસ્જિદના કાર્યક્રમમાં આત્મઘાતી વિસ્ફોટ

માસ્તુંગના આસિસ્ટન્ટ કમિશ્નર અત્તાહુલ મુનીમે કહ્યું કે, બલૂચિસ્તાનના મસ્તુંગમાં અલ ફલાહ રોડ પર આવેલી મદીના મસ્જિદ પાસે એક વિસ્ફોટ થયો. આ ત્યારે થયું જ્યારે લોકો ઇદ મિલાદ ઉન નબીના પ્રસંગે એક યાત્રામાં હિસ્સો લેવા માટે ત્યાં એકત્ર થયા હતા. ડોન અખબારે શહીદ નવાબ ગૌસ બખ્શન રાયસાની મેમોરિયલ હોસ્પિટલના મુખ્ય કાર્યકારી ડો સઇદ મીરવાનીના હવાલાથી મોતના આંકડાની પૃષ્ટિ કરી છે.

ADVERTISEMENT

વિસ્ફોટમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીનું મોત નિપજ્યું

સિટી સ્ટેશન હાઉસ ઓફિસર મોહમ્મદ જાવેદ લેહરીએ જણાવ્યું કે, વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું પણ મોત નિપજ્યું છે. તેમણે જણાવ્યું કે, વિસ્ફોટમાં એક સુસાઇડ બ્લાસ્ટ થયો હતો. જે ડીએસપી ગિસખૌરીની કાર પાસે જઇ ને ફાટ્યો હતો. બલૂચિસ્તાનના અંતરિમ સૂચના મંત્રી જાન અચકજઇએ કહ્યું કે, બચાવ દળને મસ્તુંગ મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ લોકોને ક્વેટા લઇ જવામાં આવી રહ્યા છે. તમામ હોસ્પિટલમાં ઇમરજન્સી સ્થિતિ લાગુ કરવામાં આવી છે. જાન અચકજઇએ કહ્યું કે, અમારા દુશ્મન વિદેશ મદદથી બલૂચિસ્તાનમાં ધાર્મિક સહિષ્ણુતા અને શાંતિને ખતમ કરવા માંગે છે. વિસ્ફોટ ખુબ જ વિશાળ હતો.

આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે

પાકિસ્તાનના અંતરિમ ગૃહમંત્રી સરફરાઝ અહેમદ બુગતીએ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકો અંગે દુખ વ્યક્ત કર્યું છે અને વિસ્ફોટની નિંદા કરી છે. બુગતીએ કહ્યું કે, આતંકવાદીઓની કોઇ ધર્મ કે આસ્થા નથી હોતી અને બચાવ અભિયાન દરમિયાન તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ઘાયલોની સારવારમાં કોઇ કસર છોડવામાં આવશે નહી અને આતંકવાદી તત્વોને કોઇ છુટછાટ આપવામાં આવશે નહી. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT