બદ્રીનાથમાં પહાડ પરથી પથ્થરો પડતા હજારો યાત્રી ફસાયા, રૂંવાડા ઊભા કરી દેતો VIDEO સામે આવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ચાર ધામ યાત્રાઃ બદ્રીનાથ હાઈવે પર હેલંગમાં પહાડ પરથી પથ્થરો પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે. હાઈવે પર પડતો પથ્થરોનો વીડિયો ભયાનક છે. પોલીસે બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં બેરિયરો મૂકીને સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા માટે જણાવ્યું છે.

બદ્રીનાથ હાઈવે પર પહાડી તૂટી પડવાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. પહાડીના કાટમાળના કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ મુસાફરી બંધ થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો હજારો મુસાફરો રસ્તામાં ફસાયેલા છે. પ્રશાસને આ અંગે માહિતી આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું કે, “હેલંગમાં બદ્રીનાથ રોડ ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે.”

ADVERTISEMENT

રુંવાડા ઊભા કરી દેશે વીડિયો
બદ્રીનાથ નેશનલ હાઈવે પર હેલંગની તસવીરો પણ સામે આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આખો પથ્થર તૂટીને હાઈવે પર પડ્યો છે. ખડક પડવાનો વીડિયો ભયાનક છે. વિડિયોમાં ખડક તૂટવાના ફૂટેજ રૂંવાડા ઊભા કરી નાખે તેવા છે. વીડિયોમાં ઘટના સ્થળે લોકોના બૂમો પાડવાનો અવાજ પણ સંભળાય છે. પહાડ પરથી પથ્થરો તૂટીને નીચે પડતા જીવ બચાવવા માટે લોકો ઘટના સ્થળે દોડતા જોવા મળે છે.

જ્યાં આ ખડક પડી છે ત્યાં મુસાફરોના અનેક વાહનો પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જોકે આ વાહનો અને મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર મોટી દુર્ઘટના ટળી છે. યાત્રામાં ફસાયેલા ભક્તોએ જણાવ્યું હતું કે, “ભગવાન બદ્રી વિશાલની કૃપા તેમના ભક્તો પર છે. કોઈ અપ્રિય ઘટનાથી બચી ગયા. જે ​​રીતે પહાડ તૂટ્યો તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. હજારો મુસાફરો આસપાસથી પસાર થઈ રહ્યા હતા.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT