Babbar Khalsa: પંજાબ પોલીસનું ઓપરેશન, બબ્બર ખાલ્સાના બે આતંકવાદી એન્કાઉન્ટર બાદ ધરપકડ
Babbar Khalsa Terrorists Arrested : પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે આતંકવાદીઓની વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધાયેલા છે. પોલીસને પાકિસ્તાનથી દાણચોરી કરાયેલી ચાર પિસ્તોલ પણ…
ADVERTISEMENT

Babbar Khalsa Terrorists Arrested : પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે આતંકવાદીઓની વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધાયેલા છે. પોલીસને પાકિસ્તાનથી દાણચોરી કરાયેલી ચાર પિસ્તોલ પણ મળી આવી હતી.
મોહાલીમાં એન્કાઉન્ટર બાદ બે આતંકવાદીઓની ધરપકડ
પંજાબ પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. મોહાલીમાં એન્કાઉન્ટર બાદ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. એકને ગોળી વાગી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાં કરણ ગુજરપુરિયાનો પણ સમાવેશ થાય છે. જેની સામે UAPAના બે કેસ નોંધાયેલા છે. બીજો શરણપ્રીત ઉર્ફે સની છે. જેની સામે UAPAના બે કેસ પણ નોંધાયેલા છે. શરણપ્રીતને ગોળી વાગી છે. તેણે પાકિસ્તાનમાંથી 16 પિસ્તોલની દાણચોરી કરી હતી. જેમાંથી ચાર પિસ્તોલ આજે મળી આવી છે.
સરહદ પારથી ડ્રગ્સ અને હથિયારના સપ્લાય અંગે બેની ધરપકડ
મોહાલીના એસએસપી સંદીપ ગર્ગે કહ્યું, “અમે ઓક્ટોબરમાં ડ્રોન દ્વારા સરહદ પારથી ડ્રગ્સ અને હથિયારોની સપ્લાયના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી. જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન ગઈકાલે અમે અમૃતસરથી બે લોકોની ધરપકડ કરી હતી. જેમના નામ કરણ ઉર્ફે ગુર્જર પુરિયા અને વિશાલજીત સિંહ છે. મોહાલી પોલીસ અને બટાલા પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન અમને અમૃતસરથી ધરપકડ કરાયેલા આરોપીના એક સહયોગીની માહિતી મળી હતી. તેણે પોલીસથી ભાગવાનો પ્રયાસ કર્યો અને એન્કાઉન્ટર દરમિયાન તે ઘાયલ થયો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.”
ADVERTISEMENT
બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ જાણો છો?
બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ પર ભારતમાં પ્રતિબંધ છે. તેની રચના 13 એપ્રિલ 1978ના રોજ થઈ હતી. અમૃતસરમાં અનેક અથડામણો બાદ તેની રચના થઈ હતી. આ અથડામણમાં અખંડ કીર્તની જાથા અને નિરંકારી નામના બે પક્ષો એકબીજાની સામે હતા. આ સંગઠનનું મુખ્યાલય પાકિસ્તાનના લાહોરમાં છે. આ સંગઠનને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIનું રક્ષણ છે અને તે તેના રક્ષણ હેઠળ કામ કરે છે. ભારતની સુરક્ષા એજન્સીઓ અનુસાર, હાલમાં 69 વર્ષીય વાધવા સિંહ આ સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સંગઠન સૌથી જુના ખાલિસ્તાન તરફી જૂથોમાંનું એક માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આ સંગઠન વિશ્વના વિવિધ ભાગોમાં વિસ્તર્યું છે.
ADVERTISEMENT