બાબા રામદેવની પતંજલિએ આ 14 પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કર્યું, હજારો સ્ટોર્સમાંથી સામાન પાછો મંગાવ્યો

ADVERTISEMENT

ફાઈલ તસવીર
Patanjali Products
social share
google news

Patanjali Products: બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે આજે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે 14 ઉત્પાદનોનું વેચાણ અટકાવી દીધું છે જેમના ઉત્પાદન લાયસન્સ આ વર્ષે એપ્રિલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કંપનીએ કોર્ટને જણાવ્યું કે તેણે 5,606 ફ્રેન્ચાઇઝી સ્ટોર્સને તેમને પાછા મોકલવા કહ્યું છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદને પૂછ્યું છે કે શું તેણે સોશિયલ મીડિયા સહિત તમામ પ્લેટફોર્મ પરથી તેની તમામ ભ્રામક જાહેરાતો હટાવી દીધી છે?

કોર્ટે પતંજલિને કહ્યું, સોશિયલ મીડિયા પર ચેતવણીઓ સાથે, તમામ ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ અને પાર્ટનર સ્ટોર્સને દવાઓ દૂર કરવા માટે ઇમેલ પણ મોકલવામાં આવ્યા છે, પરંતુ વચેટિયાઓને જાણ કરવામાં આવ્યા પછી શું કરવામાં આવ્યું? કોર્ટે કહ્યું કે, માત્ર થોડા વચેટીયાઓ છે, હજારો નહીં.

તમને જણાવી દઈએ કે 24 એપ્રિલે પતંજલિ આયુર્વેદના સહ-સંસ્થાપક રામદેવ અને બાલકૃષ્ણએ અખબારોમાં જાહેરમાં માફી માગી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટે અવમાનના કેસની સુનાવણી દરમિયાન તેમને પૂછ્યું હતું કે શું માફીનો આકાર જાહેરાતો જેટલી જ આકારનો હતો કે નહીં?

ADVERTISEMENT

કઈ 14 પ્રોડક્ટ્સ વેચાતી બંધ થઈ?

પતંજલિએ મંગળવારે સુપ્રીમ કોર્ટને લેખિતમાં જાણ કરી હતી કે તેણે તેના 14 ઉત્પાદનોનું વેચાણ અટકાવી દીધું છે, જેને ઉત્તરાખંડના ડ્રગ રેગ્યુલેટર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉત્પાદનોમાં રામદેવની અસ્થમા, બ્રોન્કાઇટિસ અને અસ્થમા માટેની પારંપરિક દવાઓનો પણ સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, દિવ્ય ફાર્મસીની જે દવાઓ પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં શ્વસરી ગોલ્ડ, શ્વસરી વટી, બ્રોનકોમ, શ્વસારી પ્રવાહી, શ્વસારી અવલેહા, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ, બીપી ગ્રિટ, મધુગ્રીટ, મધુનાશીની વટી એક્સ્ટ્રા પાવર અને પતંજલિ આઈ ડ્રોપનો સમાવેશ થાય છે.

રામદેવની કંપનીને બે સપ્તાહનવો સમય મળ્યો

કોર્ટે રામદેવની આયુર્વેદ કંપનીને બે સપ્તાહમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે જાહેરાતો હટાવવા માટે સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓ સાથે થયેલી ચર્ચા અને વિનંતી પૂરી થઈ છે કે નહીં તેની જાણ કરવી જોઈએ. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આજે IMA દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ સવાલ કર્યો હતો. પતંજલિ પર કોવિડ રસીકરણ અભિયાન અને આધુનિક દવા વિરુદ્ધ બદનક્ષી અભિયાન ચલાવવાનો આરોપ હતો.

ADVERTISEMENT

સુનાવણી દરમિયાન, IMAએ કોર્ટને જણાવ્યું હતું કે પતંજલિ સુનાવણીને લગતી તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે એસોસિએશનના પ્રમુખ વતી માફી માંગવામાં આવી છે અને તેને IMAના માસિક મેગેઝિનમાં તેમજ તેની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT