રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં આડવાણી અને મુરલી મનોહર જોશીને ન આવવા કોણે કર્યો અનુરોધ?
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામમંદિર (Ayodhya Ram Mandir) માટેના આંદોલનમાં મોખરે રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) અને મુરલી…
ADVERTISEMENT
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામમંદિર (Ayodhya Ram Mandir) માટેના આંદોલનમાં મોખરે રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) અને મુરલી મનોહર જોશીની (Dr. Murli Manohar Joshi) તબિયત અને ઉંમર સંબંધી સમસ્યાઓને કારણે આવતા મહિને યોજાનાર મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી નહીં આપે. મંદિર ટ્રસ્ટે સોમવારે આ જાણકારી આપી.
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પત્રકારોને જણાવ્યું કે, આરોગ્ય અને વય સંબંધિત કારણોને લીધે પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી અને પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી મુરલી મનોહર જોશી આ સમારોહમાં હાજરી આપી શકશે નહીં.
આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયેલા લોકોનું વિગતવાર વર્ણન આપતા ચંપત રાયે કહ્યું, ‘બંને (અડવાણી અને જોશી) પરિવારમાં વડીલ છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને ન આવવા વિનંતી કરવામાં આવી છે, જે બંનેએ સ્વીકારી છે. અડવાણી હવે 96 વર્ષના છે અને જોશી આવતા મહિને 90 વર્ષના થશે.
16 જાન્યુઆરીથી કાર્યક્રમો શરૂ થશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, “અભિષેક સમારોહની તમામ તૈયારીઓ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજા 16 જાન્યુઆરીથી શરૂ થશે, જે 22 જાન્યુઆરી સુધી ચાલશે. PM નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ સમારોહમાં હાજરી આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT