ફાઇનલ નિમંત્રણ નથી મળ્યું, 22 જાન્યુઆરી બાદ પરિવાર સાથે અયોધ્યા જઇશ: કેજરીવાલ

ADVERTISEMENT

AAP on Ram Mandir Temple
AAP on Ram Mandir Temple
social share
google news

Ram Mandir Aayodhya : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ફાઇનલ નિમંત્રણ નથી મળ્યું છે. જો કે તેઓ માતા-પિતા અને પત્નીની સાથે 22 જાન્યુઆરી બાદ અયોધ્યા દશે. મારા માતા-પિતા પણ અયોધ્યા જવા માંગે છે. અયોધ્યામાં રામ મંદિરની 22 જાન્યુઆરીએ થવા જઇ રહેલી પ્રાણ પ્રતિષ્ઠા અગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેમને હજી આ અંગે કોઇ ઔપચારિક આમંત્રણ મળ્યું નથી.

કેજરીવાલે કહ્યું પરિવાર સાથે 22 જાન્યુઆરી બાદ મંદિરે જઇશ

કેજરીવાલે કહ્યું કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ફાઇનલ નિમંત્રણ નથી મળ્યું. જો કે તેઓ માતા-પિતા અને પત્ની સાથે 22 જાન્યુઆરી બાદ અયોધ્યા જશે. મારા માતા-પિતા પણ અયોધ્યા જવા માંગે છે. તેમણે કહ્યું કે, મને શ્રીરામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર ટ્રસ્ટની તરફથી એક પત્ર મળ્યું છે. પરંતુ મને જણાવાયું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ અંગે આમંત્રણ મોકલાશે, જે હજી સુધી મળ્યું નથી. સુરક્ષા કારણોથી એક નિમંત્રણ પર માત્ર એક જ વ્યક્તિને ત્યાં જવાની મંજૂરી છે. જેના કારણે હું 22 જાન્યુઆરી બાદ જ અયોધ્યા જઇશ.

દારૂ ગોટાળા મામલે ઇડી મોકલી રહી છે તેડા

બીજી તરફ દિલ્હીના દારૂ ગોટાળા મામલે ઇડીની તરફથી કેજરીવાલને મોકલાયેલા સમન અંગે તેમણે કહ્યું કે, અમે કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ કામ કરીશું. અમે કાયદા અનુસાર જ પગલા ઉઠાવીશું

ADVERTISEMENT

તીર્થયાત્રા માટે વૃદ્ધો સાથે 68 ટ્રેન મોકલી

આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમે વૃદ્ધોને તિર્થયાત્રા માટે મોકલીએ છીએ. અમે અત્યાર સુધી આ પ્રકારની 86 ટ્રેન મોકલી ચુક્યા છીએ, જેમાં 82000 યાત્રી તીર્થયાત્રા કરી ચુક્યા છે. 22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો શુભારંભ થશે તો ત્યાર બાદ અમારો પ્રયાસ છે કે, અયોધ્યા માટે મહત્તમ ટ્રેન મોકલી શકીએ કારણ કે લોકોમાં રામલલાના દર્શન માટે ખુબ જ ઉત્સાહ છે.

આ આસ્થાનો વિષય છે તેના પર રાજનીતિ ન થવી જોઇએ

લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરની રાજનીતિ અંગેના સવાલ પર કહ્યું કે, મારા ખ્યાલથી મંદિર એક ભાવનાત્મક બાબત છે. પોતાના ધર્મ અનુસાર બધાનો પોતાનો વિશ્વાસ હોય છે.ભાવના ભક્તિની વાત છે તેમાં રાજનીતિ ન થવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્ર કહી ચુક્યા છે કે, રામ મંદિરનું નિર્માણ કાર્ય પુર્ણ થઇ ચુક્યું છે. રામલલાના મંદિરમાં ગર્ભગૃહમાં કુલ પાંચ મંડપ હશે. મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. મંદિર બનીને તૈયાર થઇ ચુક્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT