Ram Mandir: મહારાષ્ટ્રના લાકડાથી લઈને ગુજરાતના સિંહાસન સુધી… રામ મંદિર માટે કયા રાજ્યમાંથી શું આવ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ayodhya Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. આજે સમગ્ર દેશ દીવાના પ્રકાશથી જગમગી રહ્યો છે. રામ મંદિરને લઈને દેશની અંદર જ નહીં વિદેશમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો કહે છે કે, 500 વર્ષની રાહ હવે પૂરી થઈ ગઈ છે. અયોધ્યાના રામ મંદિર માટે સામાન્ય નાગરિકો અને વિવિધ રાજ્યો તરફથી યોગદાન આપવામાં આવ્યું હતું.

મકરાણા માર્બલમાંથી બનાવાયું શ્રીરામનું સિંહાસન

જે રીતે રાજ્યોએ મંદિર માટે યોગદાન આપ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પહેલની કલ્પનાને સ્પષ્ટપણે દર્શાવે છે. રામ મંદિરના નિર્માણમાં રાજસ્થાનના નાગૌરના મકરાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ મંદિરના ગર્ભગૃહમાં સિંહાસન મકરાણા માર્બલમાંથી બનાવવામાં આવ્યું છે. ભગવાન આ સિંહાસન પર વિરાજશે. ભગવાન શ્રી રામનું સિંહાસન સોનાથી મઢવામાં આવ્યું છે. ગર્ભગૃહ અને ફ્લોર પર સફેદ મકરાણા આરસ છે. મંદિરના સ્તંભ બનાવવામાં મકરાણા માર્બલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

65add1e77f634---shriramteerthx-222438194-16x9.jpg (948×533)

ADVERTISEMENT

ગુજરાતમાંથી મોકલાઈ અષ્ટધાતુની ઘંટી

મંદિરમાં દેવતાઓની કોતરણી કર્ણાટકના ચર્મોથી સેન્ડસ્ટોન પર કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રવેશદ્વારના ભવ્ય આકારમાં રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી રેતીના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત દ્વારા 2100 કિલો અષ્ટધાતુની ઘંટી આપવામાં આવી છે.

700 કિલોનો રથ ભેટમાં અપાયો

ગુજરાતની અખિલ ભારતીય દરબાર સોસાયટી દ્વારા 700 કિલોનો રથ પણ ભેટમાં આપવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવવા માટે કાળો પથ્થર કર્ણાટકથી આવ્યો છે. અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં કોતરવામાં આવેલા લાકડાના દરવાજા અને હાથથી બનાવેલા કાપડ લાવ્યા છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

અન્ય રાજ્યોમાંથી શું આવ્યુ?

કોણે શું આપ્યું તેની યાદી અહીં પૂરી થતી નથી. પિત્તળના વાસણો ઉત્તર પ્રદેશથી આવ્યા છે. જ્યારે પોલિશ્ડ સાગનું લાકડું મહારાષ્ટ્રમાંથી આવ્યું છે. મંદિરના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી ઇંટો લગભગ 5 લાખ ગામડાઓમાંથી આવી હતી. મંદિરના નિર્માણની વાર્તા હવે અસંખ્ય શિલ્પકારો અને કારીગરોની વાર્તા છે.

    follow whatsapp

    ADVERTISEMENT