સોનિયા, ખડગે, મનમોહનસિંહ અને દેવગૌડાને પણ અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ
Ayodhya Ram Mandir: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને અયોધ્યામાં રામ મંદિરના નવા ભવનમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમ…
ADVERTISEMENT
Ayodhya Ram Mandir: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને અયોધ્યામાં રામ મંદિરના નવા ભવનમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં યોજાવા જઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન રહેશે. તેઓ પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજા કરશે.
કોંગ્રેસના વરિષ્ઠા નેતા કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા નહીવત
ખડગે અને સોનિયા ગાંધી ઉપરાંત, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહીં તે નક્કી નથી. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા નથી.
અન્ય વિપક્ષી નેતાઓને પણ મળી શકે આમંત્રણ
સૂત્રોએ જણાવ્યું કે ખડગે, સોનિયા ગાંધી અને ચૌધરીને વ્યક્તિગત રીતે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચડી દેવગૌડાને પણ સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોના પ્રતિનિધિમંડળે આમંત્રણ આપ્યું છે. આગામી દિવસોમાં અન્ય વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
‘અયોધ્યામાં ટેન્ટ સિટી બનાવવામાં આવી’
ટ્રસ્ટે જણાવ્યું છે કે, વિવિધ પરંપરાઓના આદરણીય સંતો તેમજ દરેક ક્ષેત્રે દેશનું ગૌરવ અપાવવામાં યોગદાન આપનાર તમામ અગ્રણી વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રસ્ટે કહ્યું કે, નવા તીર્થક્ષેત્રપુરમમાં એક ટેન્ટ સિટી બનાવવામાં આવી છે જેમાં છ ટ્યુબવેલ, છ રસોડા અને દસ બેડની હોસ્પિટલનો સમાવેશ થાય છે. દેશભરમાંથી લગભગ 150 ડોકટરો આ હોસ્પિટલમાં રોટેશનના ધોરણે તેમની સેવાઓ આપવા સંમત થયા છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે સમારોહમાં ભાગ લેવા માટે વિવિધ સંપ્રદાયોના લગભગ 4,000 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT