રામ મંદિરને લઈને આજે BJPની મોટી બેઠક, અમિત શાહ-જેપી નડ્ડા પણ થશે સામેલ
Ayodhya Ram Mandir Inauguration: રામ નગરી અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. હાલ મંદિરના ગર્ભગૃહનું…
ADVERTISEMENT
Ayodhya Ram Mandir Inauguration: રામ નગરી અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. હાલ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારત અને વિદેશમાંથી ઘણા VVIP મહેમાનો પધારશે. ત્યારે અયોધ્યા રામ મંદિરને લઈને ભારતીય જનતા પાર્ટીએ એક મોટી બેઠક બોલાવી છે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.
લોકસભાની ચૂંટણીને લઈને થઈ શકે છે ચર્ચા
જેપી નડ્ડા અને અમિત શાહ ઉપરાંત દરેક રાજ્યમાંથી પાર્ટીના બે-બે પદાધિકારીઓ પણ બેઠકમાં સામેલ લેશે. સૂત્રોનું માનીએ તો બેઠકમાં લોકસભાની ચૂંટણીના એજન્ડાને લઈને પણ ચર્ચા થઈ શકે છે. ગયા મહિને સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે ભાજપે આ વર્ષની લોકસભા ચૂંટણીમાં મત મેળવવા માટે ચૂંટણી પ્રચાર અભિયાનમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો લાભ ઉઠાવવા માટે વિગતવાર યોજના પણ બનાવી છે.
શું છે ભાજપનો પ્લાન?
રામ મંદિર આંદોલન અને મંદિર નિર્માણમાં પાર્ટીની ભૂમિકા સમજાવતી એક પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા નવા મતદારો સાથે જોડાવા માટે બૂથ સ્તરે કાર્યક્રમો પણ યોજવામાં આવશે. ભાજપ તેના ચૂંટણી પ્રચાર દરમિયાન એ વાત પણ પ્રકાશિત કરશે કે કેવી રીતે વિરોધ પક્ષોએ મંદિરના નિર્માણમાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
ભાજપે રામ મંદિર સાથે જોડાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા અને સમર્થન આપવાનું વચન આપ્યું છે.
મંદિરનો પ્રથમ તબક્કો લગભગ તૈયાર!
અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરનો પ્રથમ તબક્કો પૂર્ણ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામલલાની પ્રતિમાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. પરંપરાગત નગર શૈલીમાં તૈયાર થઈ રહેલું રામ મંદિર 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે. મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો હશે અને તેમાં કુલ 392 સ્તંભ અને 44 દ્વાર હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT