રામલલ્લાની બનતી મૂર્તિ જોવા માટે રોજ આવતા ‘હનુમાન જી’, અરુણ યોગીરાજે સંભળાવ્યા ચમત્કારિક કિસ્સા
રામલલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે કેટલાક કિસ્સાઓ વાગોળ્યા. રામલલ્લાની મૂર્તિ બનાવવા માટે 7 મહિનાનો સમય લાગ્યો હતો. મૂર્તિ બનાવતા સમયે રોજ એક વાનર સાંજે…
ADVERTISEMENT
- રામલલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે કેટલાક કિસ્સાઓ વાગોળ્યા.
- રામલલ્લાની મૂર્તિ બનાવવા માટે 7 મહિનાનો સમય લાગ્યો હતો.
- મૂર્તિ બનાવતા સમયે રોજ એક વાનર સાંજે 4-5 વાગ્યાના સમયે ત્યાં આવતો.
Arun Yogiraj Interview: અયોધ્યામાં રામ મંદિર માટે રામલલ્લાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજે મોટો ખુલાસો કર્યો છે. મૂર્તિને આકાર આપવાના 7 મહિનામાં યોગીરાજે અનેક ચમત્કારિક ઘટનાઓ અને કેટલાક એવા અનુભવો શેર કર્યા છે જેને જોઈને દરેક આશ્ચર્ય વ્યક્ત કરી શકે છે.
રામલલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકારે શું કહ્યું?
વાસ્તવમાં, અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યજમાનીમાં ધાર્મિક સમારોહ પછી, રામ ભક્તોની ભીડ રામ મંદિરમાં ઉમટી રહી છે. ભગવાનની આ પ્રતિમા બનાવનાર શિલ્પકાર અરુણ યોગીએ જણાવ્યું કે, રામલલ્લાની મૂર્તિને આકાર આપવામાં ભગવાન રામે જ તેમની મદદ કરી હતી, કારણ કે જ્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી તેની પૂજા કરવામાં આવી હતી, ત્યારે તેમને પણ વિશ્વાસ પણ ન થયો કે તેમણે જ બનાવી છે. પૂજા દરમિયાન રામલલ્લાની મૂર્તિ પહેલા કરતા વધુ દિવ્ય અને લૌકિક બની હતી.
ADVERTISEMENT
મૂર્તિ બનાવતા સમયે બન્યો ચમત્કારિક કિસ્સો
કર્ણાટકના રહેનારા શિલ્પકાર અરુણ યોગીરાજે એક ચમત્કારિક કિસ્સો સંભળાવ્યો. તેમણે કહ્યું કે, જ્યારે તે મૂર્તિઓ કોતરવાનું કામ કરતા હતા ત્યારે દરરોજ સાંજે 4 થી 5 વાગે એક વાનર આવતો હતો. પછી થોડી ઠંડીને કારણે અમે વર્કશોપને તાડપત્રીથી ઢાંકી દીધી તો વાનર બહાર આવ્યો અને જોર જોરથી ખખડાવવા લાગ્યો. આ વાનર દરરોજ સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે આવતો હતો. કદાચ તે વાનર હનુમાનજી હતા, જે ભગવાન શ્રી રામના દર્શન કરવા માંગતા હતા. મેં ચંપત રાય (શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ) જીને પણ આ વાત કહી હતી.
7 મહિના સુધી બરાબર ઊંઘી ન શક્યા
આટલું જ નહીં, 7 મહિના સુધી ચાલેલા કોતરણીકામ દરમિયાન શિલ્પકાર અરુણ યોગીરાજને ઘણા કિસ્સાઓ અને આશ્ચર્યમાંથી પસાર થયા. અરુણ કહે છે કે, હું 7 મહિનાથી બરાબર સૂઈ શક્યો નહોતો. ઊંઘ્યા પછી પ્રભુના દર્શન થતા હતા.
ADVERTISEMENT
કેવી રીતે ભગવાન રામના બાળરૂપનો વિચાર આવ્યો?
સેંકડો મૂર્તિઓને આકાર આપનાર અરુણ યોગીરાજ રામલલ્લાના ચહેરા અને આંખોને આકાર આપતા પહેલા ખૂબ જ ચિંતામાં હતા, કારણ કે તેઓ માનતા હતા કે આ મૂર્તિ સમગ્ર દેશ અને વિશ્વ દ્વારા પૂજનીય રહેશે. આવી સ્થિતિમાં રામલલ્લાના ચહેરાને આકાર આપવા અંગે તેમના મનમાં થોડો ડર હતો, પરંતુ અચાનક દિવાળીના સમયે તેમને ભગવાન રામના રૂપમાં અયોધ્યા આવતા બાળકોને જોયા અને ત્યાંથી તેમણે ભગવાનના બાળ સ્વરૂપનું સર્જન કર્યું- ચમકતું કપાળ, દૈવી દ્રષ્ટિ અને હસતો ચહેરો.
ADVERTISEMENT
ADVERTISEMENT