હવે આ નામથી ઓળખાશે અયોધ્યાનું રેલવે સ્ટેશન, રેલવેએ પૂરી કરી CM યોગીની ઈચ્છા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ayodhya Railway Station Name Change : 30 ડિસેમ્બરના રોજ અયોધ્યા રેલવે સ્ટેશન અને એરપોર્ટના ઉદ્ઘાટન પહેલા રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ ઉદ્ઘાટન પહેલા અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલી નાખ્યું છે. હવે અયોધ્યા જંકશન અયોધ્યાધામ તરીકે ઓળખાશે. રેલ્વેએ આ નિર્ણય તાજેતરમાં સીએમ યોગીએ રેલ્વે સ્ટેશનના નિરીક્ષણ બાદ લીધો છે. વાસ્તવમાં, સીએમ યોગીએ તાજેતરમાં અયોધ્યા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. સીએમ યોગી આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલા આ રેલવે સ્ટેશનની વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન રેલવેના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે હતા. નિરીક્ષણ દરમિયાન સીએમ યોગીએ રેલવે અધિકારીઓને અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.સીએમ યોગીની ઈચ્છાને ધ્યાનમાં રાખીને રેલવેએ આજે આ નિર્ણય લીધો અને સ્ટેશનનું નામ બદલીને અયોધ્યાધામ કરી દીધું છે.

સૌથી પહેલા પીએમ મોદીનું પ્લેન એરપોર્ટ પર કરશે લેન્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 30 ડિસેમ્બર 2023ના રોજ પહોંચશે. જે બાદ પીએમ મોદીના હસ્તે એરપોર્ટનું ઉદ્ધાટન કરવામાં આવશે. અગાઉ અયોધ્યા એરપોર્ટની જગ્યાએ માત્ર એક નાની એરસ્ટ્રીપ હતી. તેને એરપોર્ટમાં ફેરવી દેવામાં આવ્યું છે. હવે પીએમ મોદીનું બોઈંગ 737 NG આ એરપોર્ટ પર લેન્ડ થનારા પ્રથમ વિમાન હશે.

ADVERTISEMENT

પીએમ મોદી કરશે પ્રાણ પ્રતિષ્ઠા

દીપોત્સવ અને દિવાળીના દિવસે અહીં દીવા પ્રગટાવીને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કોઈ અડચણ વગર સંપન્ન થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગષિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય ખાસ મહેમાનો હાજર રહશે.

    follow whatsapp

    ADVERTISEMENT