‘અતિકના એકાઉન્ટરનો ડર’, UP પોલીસના કાફલા પાછળ પડછાયા જેમ જઈ રહી છે બહેન, અમદાવાદથી સાથે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તર પ્રદેશ: બાહુબલી નેતા અતિક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક 28 માર્ચે પ્રયાગરાજ કોર્ટમાં હાજર થશે. બીજી તરફ અતિક અહેમદનો પરિવાર તેના એન્કાઉન્ટરને લઈને ચિંતિત છે. આ જ કારણ છે કે અતિક અહેમદની બહેન પડછાયાની જેમ ગુજરાતથી યુપી પોલીસના કાફલાની પાછળ પાછળ જઈ રહી છે. તેણે આશંકા વ્યક્ત કરી છે કે તેના ભાઈ અતિક અહેમદનું એન્કાઉન્ટર થઈ શકે છે.

અતિક અહેમદની બહેને શું કહ્યું?
અતિક અહેમદની બહેને જણાવ્યું, ભાઈની તબિયત સારી નથી રહેતી. તેમની તબિયત રોડ માર્ગે યુપી લાવવા લાયક સારી નથી. તેમ છતાં તેમને રોડ માર્ગે લઈ જવામાં આવી રહ્યા છે. બહેને કહ્યું કે તેના ભાઈનું એન્કાઉન્ટર થઈ શકે છે. તેથી જ તે ગુજરાતમાંથી જ તેના કાફલાને પાછળ જઈ રહી છે. તેના બીજા ભાઈ અશરફ અહેમદને બરેલી જેલમાંથી લાવવામાં આવી રહ્યો છે, તેનું પણ એકાઉન્ટર થઈ શકે છે.

અતિકવા વકીલે પણ વ્યક્ત કર્યો એન્કાઉન્ટરનો ડર
અતિકના વકીલે દાવો કર્યો છે કે અતિકને અગાઉની સરકાર દરમિયાન ઉમેશ પાલના અપહરણના બનાવટી કેસમાં ફસાવવામાં આવ્યો હતો. આ અંગે નિર્ણય આવવાનો છે. અતિકના પરિવારને એન્કાઉન્ટરનો ડર છે, તેથી અમે બધા તેના કાફલા સાથે ચાલી રહ્યા છીએ.

ADVERTISEMENT

અતિકને સાબરમતીથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે
અતિકને જે કાફલામાં લઈ જવામાં આવી રહ્યો છે તેમાં 6 વાહનોનો સમાવેશ થાય છે. આમાં 2 વજ્ર વાહનો પણ છે. અતિક અહેમદને રોડ દ્વારા લાવવામાં આવતા વજ્ર વાહનની અંદર રાખવામાં આવ્યો હતો. અતિકને ગુજરાતથી રાજસ્થાનની સરહદે લાવવામાં આવ્યો હતો. અહીંથી ઉદયપુર, કોટા થઈને શિવપુરી (MP) પહોંચ્યા. અહીંથી કાફલો ઝાંસી પહોંચ્યો. ઝાંસી અને ચિત્રકૂટથી સીધા પ્રયાગરાજ પહોંચશે.

માત્ર 5 અધિકારીઓ પાસે મોબાઈલ ફોન
અતિક જે વજ્ર વાહનમાં મુસાફરી કરી રહ્યો છે તેમાં તૈનાત કોઈ પોલીસકર્મી પાસે મોબાઈલ ફોન નથી. આ 5 અધિકારીઓને બાદ કરતાં તમામ પોલીસકર્મીઓના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે.અતિકને સાબરમતી જેલમાંથી લાવવા માટે યુપી પોલીસની ટીમ રવિવારે સવારે ગુજરાત પહોંચી હતી. વાસ્તવમાં અતીક અને તેનો ભાઈ અશરફ ઉમેશ પાલ મર્ડર કેસમાં આરોપી છે. અતીકના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અશરફની વાત કરીએ તો તે બરેલી જેલમાં કેદ છે. સોમવારે સવારે 10 વાગ્યે અહીંથી તેમને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. અતીકની સાથે અશરફને પણ ટ્રાયલનો સામનો કરવો પડશે.અતિકને સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવા માટે રોડ રૂટ પસંદ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT