અતીક અહેમદનું અમદાવાદ કનેક્શન! બાપુનગરના શખ્સની મદદથી જમીનના સોદા પર રાખતો હતો નજર
અમદાવાદ: ઉમેશ પાલ હત્યા કેસમાં કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવેલા અતીક અને અશરફની 15 એપ્રિલની રાત્રે કેલ્વિન હોસ્પિટલ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.…
ADVERTISEMENT
અમદાવાદ: ઉમેશ પાલ હત્યા કેસમાં કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવેલા અતીક અને અશરફની 15 એપ્રિલની રાત્રે કેલ્વિન હોસ્પિટલ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અતીક સાથે અનેક મોટા રહસ્યો છુપાઈ ચૂક્યા છે. ત્યારે અનેક રહસ્યો એક બાદ એક બહાર આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ કનેશન અંગે પણ જોવામાં આવે છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ગેંગસ્ટર અતીક અહેમદ અને બાતમીદાર અમદાવાદમાં જમીનના સોદા પર નજર રાખતા હતા. ત્યારે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.
અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતો. આ દરમિયાન ઉમેશપાલ પાયલની હત્યાનું કાવતરું ગુજરાતમાંથી ઘડયું હોય તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. ત્યારે સાબરમતી જેલમાં સજા દરમિયાન પોલીસ બાતમીદાર દ્વારા મેળવેલા તેના મોબાઈલ ફોનનો અતીક અહેમદ શું ઉપયોગ કરતો હતો. ઘટનાક્રમ સાથે સંકળાયેલા પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ગેંગસ્ટર અતીક અહેમદ અને બાતમીદાર અમદાવાદમાં જમીનના સોદા પર નજર રાખતા હતા. અતીક અહેમદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં જૂન 2019થી હતો. આ દરમિયાન તેણે વિવિધ નંબરોનો ઉપયોગ કર્યો હતો. તેને બાપુનગરમાં રહેતા અલ્તાફ પઠાણ દ્વારા મદદ કરવામાં આવી હતી તેમ કહેવાઈ રહ્યું છે. જે એક પોલીસનો બાતમીદાર હતો અને તેણે બે ચૂંટણી લડી હતી. જેમાં સિવિક બોડીની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. તેણે AIMIM અને સપાની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. એવું એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
બાપુનગરની જમીનમાં હતો રસ?
અતીક અહેમદ ઉત્તરપ્રદેશમાં જ નહીં પણ ગુજરાતમાં પણ વધુ રસ દાખવતો હોય તેમ કહેવાઈ રહ્યું છે. તે અમદાવાદમાં બાપુનગરમાં આવેલ ટેક્સટાઈલ મિલની જમીનમાં રસ હતો. તેથી તેણે અલ્તાફ પઠાણ અને એક વરિષ્ઠ નેતા સાથે જમીન ખરીદવા માટે શહેરના અન્ય રિયલ્ટી ડેવલપર્સ સાથે વાત કરી હતી. તેમ અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
અતીકને લડવી હતી ગુજરાતમાંથી ચુંટણી?
અતીકના એક પૂર્વ સાગરીતે કહ્યું કે, અતીક અહેમદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાની વાત મૂકી હતી. અતિકે વરિષ્ઠ રાજકીય નેતાને દબાણ કર્યુ હતુ કે, બાપુનગર વિધાનસભા સીટ પરથી તેને ચૂંટણી લડવા માટેની મંજૂરી આપવામાં આવે.
ADVERTISEMENT