અતીક અહેમદને ફરી એકવાર ઉત્તરપ્રદેશ લઇ જવાશે? યુપી પોલીસ સાબરમતી જેલ આવી પહોંચી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ઉમેશપાલ હત્યાકાંડમાં અતીકનો વોરન્ટ બી લઇને પોલીસની ટીમ સોમવારે ગુજરાતની સાબરમતી જેલ પહોંચી ચુકી છે. જેલ અધિકારીઓને વોરન્ટ સંબંધિત પ્રપત્ર સોંપી દેવાયા છે. આ સાથે જ ઉમેશ પાલ હત્યાકાંડમાં અતીકનો પ્રયાગરાજ લાવવાનો રસ્તો ખુલી ચુક્યો છે. કોર્ટ નિર્ણય લેશે કે, આ મુદ્દે હું આગળની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે અથવા તો અતીકને કોર્ટમાં રજુ થવું પડશે. કસ્ટડી રિમાંડ ત્યાર બાદની પ્રક્રિયા છે. ઉમેશ પાલ હત્યાકાંડમાં ઘૂમનગંજ પોલીસ અતીકની વિરુદ્ધ વોરન્ટ બી લઇને સોમવારે સાબરમતી જેલ પહોંચી હતી.

સોમવારે ઉત્તરપ્રદેશ પોલીસના અધિકારીઓ સાબમતી જેલ પહોંચ્યા
સોમવારે ગુજરાતના સાબરમતી જેલમાં જેલ અધિકારીઓને બી વોરન્ટ તામીલ કરાવવા માટે જણાવાયું કે, અતીક અહેમદ ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી છે. કોર્ટે તેની વિરુદ્ધ વોરન્ટ ઇશ્યું કર્યું છે. આ મુદ્દે અતીકની પુછપરછ કરવામાં આવનાર છે. સાબરમતી જેલમાં અતીકની વિરુદ્ધ વોરન્ટ બીની તામીલ થતાની સાથે જ અતીકને પ્રયાગરાજ લઇ જવા માટેનો રસ્તો સાફ થઇ જશે. જો કે આગળની તમામ કાર્યવાહી કોર્ટના નિર્ણય પર નિર્ભર હશે. કોર્ટ નિર્ણય લેશે કે સુનાવણી વીડયો કોન્ફરન્સિંગ દ્વારા થશે કે અતિકને કોર્ટમાં હાજર થવું પડશે.

કોર્ટના જજના નિર્ણયના આધારે અતિકની યાત્રા પર નિર્ભર
કોર્ટના જજ નિર્ણય લેશે કે અતીકની કસ્ટડી રિમાન્ડ મળશે કે તેને ફરી જેલ મોકલી દેવામાં આવશે. સુત્રો અનુસાર પોલીસ ટીમે સોમવારે વોરન્ટ બી તામીલ કરાવી દીધું છે. ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેશપાલ હત્યાકાંડમાં અગાઉ અતીકને અગાઉ ઉત્તર પ્રદેશ લઇ જઇ ચુકી છે. હાઇ સિક્યોરિટી વચ્ચે તેને ઉત્તરપ્રદેશ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે તે સમયે ભારે મીડિયા તામજામ વચ્ચે સમગ્ર યાત્રા ગઇ હતી અને પરત આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT