વિધાનસભા ચૂંટણીઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે મતદાન, અનેક દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય EVMમાં થશે કેદ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Assembly Elections: મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શુક્રવારે એટલે કે આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. જ્યાં 252 મહિલાઓ સહિત કુલ 2,533 ઉમેદવારો મેદાનમાં છે. છત્તીસગઢમાં બીજા અને છેલ્લા તબક્કામાં 70 બેઠકો પર પણ મતદાન થશે. છત્તીસગઢમાં 7 નવેમ્બરે 20 બેઠકો પર મતદાન થયું હતું. રાજ્યની 70 બેઠકો પર 958 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

મધ્યપ્રદેશની ચૂંટણીની સ્થિતિ

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસે પૂરો જોર લગાવ્યો છે. પરંતુ પ્રચાર મોરચે ભાજપ કોંગ્રેસ પર ભારે પડ્યું. હવે શુક્રવારે યોજાનાર મતદાનમાં ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 36 તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ 21 સભાઓ ગજવી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે સૌથી વધુ 160 સભાઓ કરી છે જ્યારે કમલનાથે 114 સભાઓ કરી છે.

ADVERTISEMENT

ભાજપના ત્રણ મોટા નેતાઓ

પીએમ નરેન્દ્ર મોદીઃ 15 સભાઓ, 1 રોડ શો, 71 સીટો કવર.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહઃ 21 સભાઓ, બે રોડ શો, 71 સીટો કવર.
ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા: 14 સભાઓ, 43 સીટો કવર.

ADVERTISEMENT

કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓ

ADVERTISEMENT

રાહુલ ગાંધીઃ 11 સભાઓ, બે રોડ શોમાં 43 બેઠકો કવર કરી.
પ્રિયંકા ગાંધી: 10 સભાઓ, એક રોડ શો, 50 સીટો કવર કરી.
મલ્લિકાર્જુન ખડગે: 7 સભાઓ, 20 બેઠકો કવર કરી.

છત્તીસગઢના બીજા તબક્કાની સ્થિતિ

છત્તીસગઢની 70 વિધાનસભા બેઠકો પર બીજા તબક્કા હેઠળ આજે 17મી નવેમ્બરે ચૂંટણી યોજાશે. ગારિયાબંદ જિલ્લાની બિન્દ્રાનવાગઢ સીટ સિવાય અન્ય તમામ સીટો પર સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. આ વખતે ચૂંટણીના બીજા તબક્કામાં 1.5 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીના બીજા તબક્કામાં 1 થર્ડજેન્ડર ઉમેદવાર સહિત 958 ઉમેદવારો મેદાનમાં છે. 69 વિધાનસભા મતવિસ્તારોમાં સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. નક્સલ પ્રભાવિત બિન્દ્રાવગઢ વિધાનસભા મતવિસ્તારના 9 મતદાન મથકો પર જ સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે.

બીજા તબક્કામાં રાજ્યના કુલ 1 કરોડ 63 લાખ 14 હજાર 479 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 81 લાખ 41 હજાર 624, મહિલા મતદારોની સંખ્યા 81 લાખ 72 હજાર 171 અને 684 થર્ડજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી – ફેક્ટ ફાઇલ

બીજા તબક્કામાં કુલ મતદારો – 1 કરોડ 63 લાખ 14 હજાર 479
પુરૂષ મતદારો – 81 લાખ 41 હજાર 624
મહિલા મતદારો- 81 લાખ 72 હજાર 171
થર્ડજેન્ડર મતદારો – 684
કુલ મતદાન મથકો- 18 હજાર 833

    follow whatsapp

    ADVERTISEMENT