મોર્નિંગ વોક કરવા નિકળેલા અસમ DIG નો ફોન છીનવીને લુખ્ખા તત્વો ફરાર

ADVERTISEMENT

DIG Phone theft
DIG Phone theft
social share
google news

દિસપુર : દેશના અલગ અલગ હિસ્સાઓમાં રોજની સેંકડો ચેન સ્નેચિંગની ઘટનાઓ બનતી રહી છે. પોલીસ સમયાંતરે કેટલાક આરોપીઓને પકડી પણ લેતી હોય છે. જો કે આ વખતે ફોન સ્નૈચિંગ કોઇ સામાન્ય વ્યક્તિ સાથે નહી પરંતુ અસમ રાજ્યના DIG નું છે. મામલો અસમ રાજ્યનો છે, જ્યાં ઉપ મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) વિવેક રાજ સિંહનો મોબાઇલ ફોન રવિવારે પોલીસ મુખ્યમથક નજીકના એક વિસ્તારમાં બાઇક પર આવેલા બદમાશોએ છીનવી લીધો હતો.

સમાચાર એજન્સી અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના ઉલુબરીમાં મજાર રોડ પર તઇ હતી. જ્યારે ડીઆઇજી વિવેક રાજ સિંહ સવારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા. પોલીસ મુખ્યમથક નજીક ડીજીપી વોક કરી રહ્યા હતા. અહીં તેઓ પોતાના અન્ય સાથી મિત્રો સાથે વોક પણ કરે છે અને ગાર્ડનમાં બેસે છે. ત્યાં જ આ ઘટના બનતા હાલ પોલીસ મહેકમમાં હડકંપ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મજાર રોડ પર અનેક ઉચ્ચ આઇપીએસ અધિકારીઓ રહે છે. અહીં જ સવારે મોર્નિંગ વોક પણ કરતા હોય છે. જો કે ડીઆઇજી અહીં મોર્નિંગ વોક કરતા હતા ત્યારે આ મામલે સુચના મળતાની સાથે જ પોલીસ મહેકમમાં હડકંપ મચી ગયો હતો. ઘટના સ્થળ પર પોલીસ ટીમ પહોંચી અને મામલે તપાસ કરવા લાગી ગઇ હતી.

ADVERTISEMENT

ગુવાહાટી પોલીસ સહાયક આયુક્ત પૃથિબી રાજખોવાએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, આ ઘટના પલટનબજાર પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રની છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. જો કે તેમણે આ અંગે વધારે વિગતનો આપવાનો ઇન્કાર કર્યો હતો. અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટના પર બોલવાનો ઇન્કાર કરી દીધો. જ્યારે કેટલાકે સ્વિકાર કર્યો કે, આ દળ માટે શરમજનક સ્થિતિ છે. જો કે હાલ ચોરને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT