આશીષ વિદ્યાર્થીએ કર્યા લગ્ન, જાણો કોણ છે અસમની મહિલા રૂપાલી બરૂઆ
નવી દિલ્હી : નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર અને બોલિવુડના દિગ્ગજ અભિનેતા આશીષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરી લીધા છે. આશીષે અસમની રૂપાલી બરુઆ…
ADVERTISEMENT
નવી દિલ્હી : નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર અને બોલિવુડના દિગ્ગજ અભિનેતા આશીષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરી લીધા છે. આશીષે અસમની રૂપાલી બરુઆ સાથે લગ્ન કરી લીધા છે. જો કે રૂપાલી બરુઆ કોણ છે અને તેઓ શું કરે છે તે અંગે હજી સુધી લોકોમાં ભારે સવાલો છે. સાથે જ આશીષ વિદ્યાર્થીની પહેલી પત્ની અંગે પણ જાણો…
બોલિવુડથી માંડીને સાઉથની અનેક ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા ખ્યાતનામ ખલનાયક આશીષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરી લીધા છે. તેમણે અસમની રહેવાસી રુપાલી બરુઆ સાથે લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ફેન્સ કપલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સાથે જ તેઓ રૂપાલી બરુઆ કોણ છે તે જાણવા અંગે પણ ઉત્સુક છે. આખરે રુપાલી બરુઆ કોણ છે જેણે આશીષ વિદ્યાર્થીનું દિલ જીતી લીધું છે. વિદ્યાર્થી અને બરુઆના લગ્નમાં પરિવારના લોકો અને નજીકના દોસ્તો જોડાયા છે. ઉંમરના 60 મા પડાવ પર ફરી એકવાર લગ્ન કરીને વિદ્યાર્થી ખુબ જ ખુશ છે. જો કે આ બંન્નેની મુલાકાત કઇ રીતે થઇ તે વાત પણ ખુબ જ રસપ્રદ છે.
બરૂઆ અસમના ગુવાહાટીના રહેવાસી છે. તેમના કોલકાતામાં એક ફેશન સ્ટોર અને પોતાનો બિઝનેસ છે. બરુઆ પોતાના બે મિત્રો મેઘાલી અને નમિતા સાથે કોલકાતામાં NAMEG નામથી એક બુટીક અને NARUMEG નામથી કેફે ખોલ્યું છે. તે 32 હજાર સ્કવેર ફીટમાં ફેલાયેલું છે. બરુઆ સાથે મુલાકાત અને પ્રેમ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, આ અંગે તેઓ પછી ક્યારેક જણાવશે. હાલ તેના માટેનો યોગ્ય સમય નથી. જોકે પહેલી જ મુલાકાતમાં તેમણે નક્કી કરી લીધું હતું કે, બંન્ને પોતાના સંબંધોને ખુબ જ આગળ લઇ જશે.
ADVERTISEMENT
વિદ્યાર્થીએ પ્રથમ લગ્ન અભિનેત્રી પીલુ વિદ્યાર્થી સાથે કરી હતી. બંન્નેનો એક પુત્ર પણ છે. જેનું નામ અર્થ વિદ્યાર્થી છે. પીલુ વિદ્યાર્થીનું પહેલું નામ રાજોશી બરુઆ છે. તેઓ એક અભિનેત્રી અને સિંગર પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી અભિનેતા હોવાની સાથે સાથે યુટ્યુબર પણ છે. તેમણે પોતાના એક વીડિયોમાં જણઆવ્યું હતું કે, પુત્રને એક્ટિંગમાં જરા પણ રસ નથી. તેના પુત્રને મેથ્સમાં જ રસ છે. આગળ પણ તે આ જ વિષયને પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.
ADVERTISEMENT