ઓવૈસીના હજ કમિટી પર ગંભીર આક્ષેપ, લાખો વસુલ્યા પરંતુ કોઇ સુવિધા ન આપી

ADVERTISEMENT

AIMIM about Haj
AIMIM about Haj
social share
google news

હૈદરાબાદ : સાંસદ અને AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ હજ કમિટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આ ઉપરાંત સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે, હજ માટે લેવામાં આવતા લાખો રૂપિયા ઉઘરાવી લીધા પરંતુ કોઇ સુવિધા નથી આપી. સોમવારે ટ્વીટ કરીને આક્ષેપ કરવાની સાથે તેમાં પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને પણ ટેગ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓવૈસીનો આરોપ છે કે, લાખો રૂપિયા લીધા બાદ પણ હજ પર જઇ રહેલા લોકોને સુવિધાઓ નથી અપાઇ રહી. ઓવૈસીએ કહ્યું કે, ભારતમાં મોટી સંખ્યામાં લોકો હજ કરવા માટે પહોંચી રહ્યા છે. દેશથી 1,75,025 લોકો હજ માટે જાય છે. જો કે બીજી તરફ હજ કમિટીની બેદરકારીના કારણે અનેક લોકોને પરેશાન થવું પડે છે.

પોતાના ટ્વીટમાં તેણે લખ્યું કે, એક-એક હાજી પાસેથી 4 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા પરંતુ કોઇ સુવિધા નથી આપવામાં આવી. રહેવાની સાથે મુળભુત સુવિધાઓ પણ નથી. ભારતના આજમીન એ હજ પરેશાન છે. હજ કમિટીથી આટલી ગંભીર બેદરકારી કઇ રીતે થઇ? પીએમ મોદી અને સ્મૃતિ ઇરાનીને તત્કાલ આ સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઇએ. હૈદરાબાદ સાંસદે પોતાના ટ્વીટમાં પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને પણ ટેગ કર્યા હતા.

ADVERTISEMENT

ભારતીય દુતાવાસે આપ્યો જવાબ
ઓવૈસી તરફથી કરાયેલા આ ટ્વીટ અંગે સાઉદી અરબમાં સ્થિતિ ભારતીય દુતાવાસે જવાબ આપ્યો છે. દૂતાવાસે ઓવૈસીના ટ્વીટ અંગે રિપ્લાય પણ કર્યો અને લખ્યું કે, કૃપા કરીને અમને જણાવો કે કયા હાજીને વિશેષ સહાયની જરૂર છે. દુતાવાસ અને જેદ્દામાં ભારતીય અધિકારી હાજીઓ સંબંધિત તમામ મુદ્દાઓના ઉકેલ માટે સંપુર્ણ પ્રતિબદ્ધ છે. અમારા હાજીઓના આરામ અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થાઓ પર ખુબ જ બારીકિથી નજર રાખી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીના મહિનામાં કેન્દ્ર સરકારે હજ યાત્રા અંગે મોટો નિર્ણય લીધો હતો. હજ માટે સરકાર દ્વારા અપાતો વીઆઇપી ક્વોટા ખત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પહેલા હજ યાત્રા અંગે કેટલીક સીટો અનામત રખાતી હતી. જેને હવે ખતમ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પગલા બાદ હજ જનારા યાત્રાના તમામ લોકો સામાન્ય યાત્રીઓની જેમ યાત્રા કરશે. કોઇ પણ યાત્રીને કોઇ વીઆઇપી વ્યવસ્થા નહી અપાય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT