સુર્ય દેવ રાશિ પરિવર્તન કરતાની સાથે આ લોકો થઇ જશે માલામાલ, હાથ નાખશે ત્યાંથી પૈસા પ્રાપ્ત કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kharmas 2023 : હિંદૂ ધર્મમાં માંગલિક કાર્યો માટે સૌથી વધારે શુભ મુહિર્ત અને તિથીઓ પર ધ્યાન આપવામાં આવે છે. 16 ડિસેમ્બર, 2022 શુક્રવારના દિવસે કમુર્તાની શરૂઆત થઇ હતી. સૂર્યના ધન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમુર્તાની શરૂઆત થઇ જાય છે. કમુર્તાની શરૂઆત બાદ તમામ માંગલિક કાર્યો વર્જિત થઇ જાય છે. જો કે 14 જાન્યુઆરીએ કમુર્તા પુર્ણ થઇ ગયા હતા અને સુર્ય દેવના ધનથી મકર રાશિમાં ગોચર કરતાની સાથે જ હવે અનેક રાશીઓના સારા દિવસો આવી રહ્યા છે. જો કે આ રાશિઓને શું લાભ થશે તે જાણો.
મેષ : મેષ રાશિના જાતકો માટે હાલના સમયે રોકાણ કરવા માટે શુભ રહેશે. આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. તમે બીજાને પ્રભાવિત કરવા પણ સક્ષમ હશો. તમારા સંતાનના સુખની પણ પ્રાપ્તિ થશે. સાથે જ ધનલાભ પણ સારો રહેશે.

મિથુન : મિથુન રાશિના લોકોને હાલના સમયે ઉર્જાથી ભરપુર રહેશે. જેના કારણે તમારા કામ પર પણ સારો પ્રભાવ પડશે. તમે પોતાના સેન્સ ઓફ હ્યુમરના કારણે બીજાને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. દાંપત્ય જીવન પણ સારુ રહેશે. પરીક્ષામાં સારુ પ્રદર્શન કરશે અને પોતાના પ્રયાસોના સારા પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો.

ધન : ધન રાશિના લોકો માટે આ સમય ખુબ જ સારો રહ્યો છે. તમારા કામમાં તમારા સહકર્મચારીઓ ખુબ જ પ્રભાવિત થશે. આ દરમિયાન બઢતીના પણ યોગ છે. તમને સરકારી નીતિઓના કારણે લાભ મળવાની શક્યતા છે. જે લોકો વ્યાપારનાં ક્ષેત્રમાં છે, તેમના માટે આ ખુબ જ અનુકુળ સમય રહેશે, કારણ કે તમારી રણનીતિ અને પ્રયાસ સારા પરિણામો લાવશે.

ADVERTISEMENT

મીન : આ રાશિના વ્યાપારી જાકતોને પોતાના પ્રોફેશન કે વ્યવસાયમાં પ્રસિદ્ધિ મળવાની સંભાવના છે. તમને તમારા તમામ પ્રયાસોમાં પરિવાર અને દોસ્તોને સહાયતા મળશે. બીજી તરફ જે લોકો નોકરી શોધી રહ્યા છે તે નોકરી બદલવાની યોજના બનાવી રહ્યા છે. તેમના માટે એક અનુકુળ સમય સાબિત થશે. આ સમય સ્વાસ્થય માટે સારુ રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT