તાર લગાવતાની સાથે જ બ્લાસ્ટ, માંડ માંડ બચ્યા મંત્રીજી અને અધિકારી એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ
લખનઉ : મંત્રી ડૉ. અરુણ કુમાર બરેલીમાં ભૂગર્ભ વીજ લાઈનોમાં ખામીઓ શોધવા માટે સ્માર્ટ સિટી દ્વારા પૂરા પાડવામાં આવેલ સાધનોનું ડેમો કરવા મુખ્ય અતિથિ તરીકે…
ADVERTISEMENT
લખનઉ : મંત્રી ડૉ. અરુણ કુમાર બરેલીમાં ભૂગર્ભ વીજ લાઈનોમાં ખામીઓ શોધવા માટે સ્માર્ટ સિટી દ્વારા પૂરા પાડવામાં આવેલ સાધનોનું ડેમો કરવા મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. લાઇનમેને મશીન ચાલુ કરવા માટે વાયર જોડતા જ જોરદાર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટમાં લાઇનમેન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉત્તર પ્રદેશના વન મંત્રી ડૉ. અરુણ કુમાર આજે થયેલા વિસ્ફોટમાં બચી ગયા હતા. આ ઘટના બરેલી શહેરમાં બની હતી.
ભુગર્ભ વિજલાઇનમાં ખામી શોધનાર યંત્રના ડેમોમાં જ થયો વિસ્ફોટ
મંત્રી ડો. અરુણ કુમાર ભૂગર્ભ વીજ લાઈનમાં ખામી શોધવા માટે સ્માર્ટ સિટી દ્વારા પૂરા પાડવામાં આવેલ સાધનોનું ડેમો કરવા માટે મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં ભાગ લેવા બરેલી આવ્યા હતા. લાઇનમેને મશીન ચાલુ કરવા માટે વાયર જોડતા જ જોરદાર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટમાં લાઇનમેન ગંભીર રીતે ઘાયલ થયો હતો. લાઇનમેનને ઇજા થતાં જ મંત્રી ડો.અરૂણ કુમાર પોતે આગળ આવ્યા અને લાઇનમેનને હોસ્પિટલ મોકલી આપ્યો. લાઇનમેનને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હાલ તો સંસ્થાઓ દ્વારા ફરી એકવાર ડેમો શરૂ કર્યો
આ ઘટના કમિશનર સૌમ્યા અગ્રવાલ, ડીએમ શિવકાંત ત્રિવેદી, મ્યુનિસિપલ કમિશનર નિશિગુપ્ત વત્સ, ચીફ એન્જિનિયર પાવર કોર્પોરેશનની હાજરીમાં બની હતી. બ્લાસ્ટ થતાં જ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. મંત્રી ડૉ.અરુણ કુમાર પોતે ઘાયલ લાઇનમેનની મદદ માટે આગળ આવ્યા અને ઘાયલને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક છે. ઘાયલ કાર્યકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડીએમ શિવકાંત દ્વિવેદીએ કહ્યું, ‘મશીનનું ઉદ્ઘાટન માનનીય મંત્રી આ કરવા ગયા હતા. કમિશનર સાથે અમે પણ ગયા હતા. કમનસીબે મશીન ચાલુ કરવાની કોશિશ કરતા જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે એક કર્મચારી પડી ગયો, પણ હવે તે સુરક્ષિત છે. મંત્રીને પણ થોડો આઘાત લાગ્યો હતો.’ દુર્ઘટના પાછળનું કારણ જણાવતાં ડીએમ શિવકાંત દિવેદીએ કહ્યું હતું કે, અર્થિંગ ટચ થઇ જવાના કારણે આવું થયું હતું. અમે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. કોઇ પણ વીઆઇપીને બોલાવતા પહેલા ટ્રાયલ કરી લેવું જોઇતું હતું. આ ઘટના બની જ ન હોત.
ADVERTISEMENT
ADVERTISEMENT