ચીન અરૂણાચલ પર મોટો કાંડ કરવાની તૈયારીમાં, પાકિસ્તાન પણ આપશે સાથ

ADVERTISEMENT

China Scandal
China Scandal
social share
google news

નવી દિલ્હી : ચીને અરૂણાચલ પ્રદેશની સીમા પર ટ્રાંસ હિમાલય સમિટનું આયોજન કર્યું છે. 4 અને 5 ઓક્ટોબરના રોજ થનારા આ આયોજનમાં પાકિસ્તાનના વિદેશમંત્રી જલીલ અબ્બાસ જિલાની પણ હિસ્સો લેવા માટે પહોંચી રહ્યા છે.

અરૂણાચલ સીમા પર ચીન સમિટનું આયોજન કરી રહ્યું છે

અરૂણાચલ સીમા પર ચીન એક સમિટ કરવાનું છે, જેમાં પાકિસ્તાન પણ ભાગ લેશે. આ ભારતની ચિંતાઓ વધારનારુ છે કારણ કે રાજ્ય પર ચીન ઘણીવાર દાવો કરતું રહ્યું છે અને ભારત તેને પોતાનો અભિન્ન હિસ્સો માને છે. ચીને અરૂણાચલ સીમા પર ત્રીજા ટ્રાંસ હિમાલય ફોરમ ફોર ઇન્ટરનેશનલ કોપરેશનના આયોજનનો નિર્ણય લીધો છે. ચીને આ સમિટનું આયોજન તિબેટની ન્યિંગચીમાં કરવાનો નિર્ણય લીધો છે, જે અરૂણાચલની સીમા પર રહેલું છે. આ અઠવાડીયે થનારા આ આયોજનના કારણે ભારત અને ચીનના સંબંધો વધારે ખરાબ થઇ શકે છે.

પાકિસ્તાની વડાપ્રધાન જલીલ અબ્બાસ પણ કાર્યક્રમમાં ભાગ લેશે

ચીનની તરફથી આહ્વાહિત આ સમિટમાં પાકિસ્તાના કાર્યવાહક વડાપ્રધાન જલીલ અબ્બાસ જિલાની પણ હિસ્સો લઇ શકે છે. તેના કારણે ચીન અને ભારતના સંબંધો વધારે બગડે તેવી શક્યતા છે. હાલમાં જ એશિયન ગેમ્સમાં જનારા અરૂણાચલ પ્રદેશના ખેલાડીઓને ચીને વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો હતો .જેનો ભારતે વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે, ચીનની આવી હરકતોથી સત્ય બદલી નહી જાય. આ સમિટમાં ચીન અને પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન અને મંગોલિયાના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.

ADVERTISEMENT

તિબેટમાં ન્યિંગચી નામના સ્થળ પર થશે આયોજન

તિબેટમાં ન્યિંગચી નામના આ સ્થળ પર આયોજન થવાનું છે, તેમાં અરૂણાચલ પ્રદેશનું અંતર માત્ર 160 કિલોમીટર જ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ સમિટમાં વિદેશમંત્રી જલીલ અબ્બાસ જિલાનીનો સમાવેશની પૃષ્ટિ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, આ આયોજન 4-5 ઓક્ટોબરે થવાનું છે. ચીને ટ્રાન્સ હિમાલય ફોરમની શરૂઆત 2018 માં કરી હતી અને તેનો ઇરાદો ભૌગોલિક કનેક્ટિવિટી, પર્યાવરણ સંરક્ષણ અને સાંસ્કૃતિક સંબંધોને મજબુત કરવાનું રહ્યું છે. જો કે ચીનનો એજન્ડા તેના દ્વારા ભારતના પાડોશી દેશોને પોતાના તરફથી લાવવાનું પણ રહ્યું છે.

સમિટનું ફિઝિકલ આયોજન 2019 માં અંતિમ વખત થયું હતું

અંતિમ વખત આ સમિટનું ફિઝિકલ આયોજન 2019 માં થયું હતું. આ પ્રકારના 4 વર્ષ બાદ આ પહેલીવાર છે, જ્યારે સમિટનું આયોજન થશે. સમાચાર છે કે, પાકિસ્તાની વિદેશમંત્રી જિલાની સમિટના ઉદ્ધાટન સત્રને સંબોધિત કરશે. તિબેટમાં ચીનનું આ આયોજન કરવું સંદેશ આપવાનો પ્રયાસ છે. તેનું કારણ છે કે, તિબેટ પર ચીન પહેલા જ કબ્જો કરી ચુક્યું છે અને અરુણાચલ પ્રદેશને તિબેટની દક્ષિણી હિસ્સો ગણાવીને તે દાવો કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેલાડીઓને વીઝા નહી આપવાના ભારતના તિખા વિરોધ બાદ ચીન ઉશ્કેરવાના પ્રયાસો કરી રહ્યા છે. જેના કારણે રમત ગમત મંત્રી અનુરાગ સિંહ એશિયન ગેમ્સમાં જોડાવા માટે ચીન નહોતા ગયા અને તેની હરકત પર આ પ્રકારનો આકરો વિરોધ વ્યક્ત કર્યો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT