ડ્રગ્સમાંથી છુટેલા આર્યન ખાન હવે દારૂ વેચશે, ABInBev સાથે મળીને કરશે વ્યાપાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : બોલિવુડ સુપર સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan) હવે બિઝનેસમેન બનવા જઇ રહ્યા છે. ડ્રગ્સ કેસમાંથી છુટેલા આર્યન ખાન (Aryan Khan) હવે વિદેશી દારૂનો ધંધો શરૂ કરશે. ઉદ્યોગક્ષેત્રમાં દારૂના ધંધા થકી એન્ટ્રી કરવા માટે AB InBev ની ઇન્ડિયન યુનિટ સાથે કરાર કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કંપની CORONA જેવી બીયર બ્રાંડ્સનું ડિસ્ટ્રીબ્યૂશન અને માર્કેટિંગ કરે છે.

D’Yavol વોડકા બ્રાંડ લોન્ચ કરશે
રિપોર્ અનુસાર 25 વર્ષના આર્યન ખાન (Aryan Khan) પોતાના બિઝનેસ પાર્ટરનર સાથે મળીને ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાંડ લોન્ચ કરવાની તૈયારી આરંભી દીધી છે. આર્યન ખાન (Aryan Khan) તેની અધિકારીક જાહેરાત કરતા પોતાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર પણ પોસ્ટ મુકી હતી. તેમના દ્વારા લોન્ચ કરાયેલા વોડકા બ્રાંડનું નામ D’Yavol છે. જેમાં તે પોતાના પાર્ટરનર બંટી સિંહ અને લેટી બ્લાગોએવાની સાથે લોન્ચ કરશે.

ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને જાહેરાત કરી
આર્યન ખાન (Aryan Khan) પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર D’Yavol ના લોગો સાથેની પોતાની તસવીર પોસ્ટ કરી છે. તેણે બે ફોટા નાખ્યા છે, જેમાં એકમાં તેઓ એકલા જ જોવા મળે છે, જ્યારે બીજામાં તે પોતાનાં પાર્ટનર્સની સાથે દેખાઇ રહ્યા છે. તેમણે આ તસવીરોની સાથે કેપ્શન આપતા લખ્યું કે, તેના માટે આશરે પાંચ વર્ષ થઇ ચુક્યાં છે. D’Yavol ફાઇનલી અહીં છે… તેમની આ પોસ્ટ પર યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

ADVERTISEMENT

કંપની સાથે મળીને બિઝનેસ એક્સપાન્ડ કરશે
રિપોર્ટ અનુસાર આર્યન ખાન (Aryan Khan) બંટી સિંહ અને લેટી બ્લાગોએવાએ મળીને D’Yavol ને લોન્ચ કરવા માટે Slab ventures નામની કંપની પણ બનાવી છે. જેના હેઠળ આ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવામાં આવશે. તેના ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ માટે Anheuser-Busch in Bev (AB inbev) ના લોકલ યૂનિટ સાથે ભાગીદારી કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT