VIDEO: જેલમાંથી આવ્યો કેજરીવાલનો સંદેશ, પત્ની સુનીતાએ દેશવાસીઓને સંભળાવ્યો
Arvind Kejriwal: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કર્યું અને જેલમાંથી મળેલો સીએમનો સંદેશ દેશ સમક્ષ મૂક્યો. તેણે વીડિયોમાં કહ્યું- ભારતની અંદર અને બહાર એવી ઘણી શક્તિઓ છે જે દેશને કમજોર કરી રહી છે.
ADVERTISEMENT
Arvind Kejriwal message: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કર્યું અને જેલમાંથી મળેલો સીએમનો સંદેશ દેશ સમક્ષ મૂક્યો. તેણે વીડિયોમાં કહ્યું- ભારતની અંદર અને બહાર એવી ઘણી શક્તિઓ છે જે દેશને કમજોર કરી રહી છે. આપણે સતર્ક રહેવું પડશે, આ શક્તિઓને ઓળખવી પડશે અને તેમને હરાવવા પડશે. એવી કોઈ જેલ નથી કે જે તેને લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રાખી શકે. હું જલ્દી બહાર આવીશ અને મારું વચન પાળીશ.
જેલમાંથી અરવિંદ કેજરીવાલનો સંદેશ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે, તમારો પુત્ર અને તમારો ભાઈ અરવિંદ કેજરીવાલે જેલમાંથી તમારા માટે સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું છે કે, "મારા પ્રિય દેશવાસીઓ, હું (અરવિંદ કેજરીવાલ) ગઈ કાલે મારી ધરપકડ કરવામાં આવી હતી, હું દરેક ક્ષણે દેશની સેવા કરતો રહીશ પછી ભલે હું અંદર હોઉં કે બહાર. મારા જીવનની દરેક ક્ષણ દેશને સમર્પિત છે. મારું જીવન સંઘર્ષમય રહ્યું છે તેથી આ ધરપકડથી મને આશ્ચર્ય નથી થતું. આપણે ભારતને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવવો છે. ભારતની અંદર અને બહાર એવી ઘણી શક્તિઓ છે જે ભારતને નબળી બનાવી રહી છે. આપણે આ શક્તિઓને હરાવવાની છે. હું જલ્દી બહાર આવીશ અને મારું વચન પૂરું કરીશ. .."
કેજરીવાલની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી
કથિત દારૂ નીતિ કૌભાંડમાં કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છ દિવસની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાં મોકલી દીધા છે. ED એ ગુરુવારે સાંજે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પાર્ટીના કાર્યકરો દિલ્હીમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કાર્યકરો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, 26 માર્ચના રોજ પીએમ આવાસનો ઘેરાવ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT