Arvind Kejriwal 28 માર્ચે કરશે મોટો ખુલાસો, પત્ની સુનીતાએ આપી જાણકારી
Sunita Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.
ADVERTISEMENT
Sunita Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ગઈકાલે હું અરવિંદ કેજરીવાલને મળવા ગઈ હતી. તેમની તબિયત સારી નથી. તેમને ડાયાબિટીસ છે. તેનું શુગર લેવલ બરાબર નથી.
કેજરીવાલ ખૂબ જ દુઃખી છેઃ સુનિતા કેજરીવાલ
તેઓએ કહ્યું કે, બે દિવસ પહેલા તેમણે જળ મંત્રી આતિષીને સંદેશ મોકલીને લોકોની પાણી અને સીવરની સમસ્યા હલ કરવા જણાવ્યું હતું. શું આ ખોટું છે? આને લઈને કેન્દ્ર સરકારે દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ કેસ કરી દીધો. શું આ લોકો દિલ્હીને બરબાદ કરવા માગે છે? શું તેઓ ઈચ્છે છે કે લોકો તેમની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા રહે? આનાથી અરવિંદ કેજરીવાલ ખૂબ જ દુઃખી છે.
So called शराब घोटाले का पैसा कहाँ है, इसका ख़ुलासा कल कोर्ट में करेंगे CM अरविंद केजरीवाल। https://t.co/RCFIANbng6
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 27, 2024
'કેજરીવાલ સાચા અને નીડર વ્યક્તિ છે'
સુનીતા કેજરીવાલે કહ્યું કે, ઈડીએ મનીષ સિસોદિયા, સંજય સિંહ, સત્યેન્દ્ર જૈન અને અમારા ઘરે પણ દરોડો પાડ્યો. પરંતુ એક પણ રૂપિયો ન મળ્યો. અરવિંદ કેજરીવાલ ખૂબ જ સાચા, દેશભક્ત, નીડર અને હિંમતવાન વ્યક્તિ છે.
ADVERTISEMENT
'અરવિંદ કેજરીવાલ આવતીકાલે કરશે મોટો ખુલાસો'
દિલ્હીના સીએમના પત્નીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ 28 માર્ચે કોર્ટની સામે દારૂ કૌભાંડ પર મોટો ખુલાસો કરશે. તેઓ જણાવશે કે દારૂના કૌભાંડના પૈસા ક્યાં છે. તેઓ આના પુરાવા પણ આપશે.
ADVERTISEMENT