Article 370 Supreme court Verdict: આર્ટિકલ 370ની માન્યતા પર આજે સુપ્રીમનો નિર્ણય, J&Kમાં લોખંડી બંદોબસ્ત; વિપક્ષ નેતાઓ પર બાજ નજર
Article 370 Supreme court Verdict: આર્ટિકલ 370 હટાવ્યાના ચાર વર્ષ પછી આજે પણ જમ્મુ-કાશ્મીરને લઈને સવાલો અટક્યા નથી. 2019માં કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને જમ્મુ-કાશ્મીરને…
ADVERTISEMENT
Article 370 Supreme court Verdict: આર્ટિકલ 370 હટાવ્યાના ચાર વર્ષ પછી આજે પણ જમ્મુ-કાશ્મીરને લઈને સવાલો અટક્યા નથી. 2019માં કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જામાંથી હટાવી દીધું હતું. આ સાથે જ જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેચીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો. કેન્દ્રના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર સુનાવણી 5 સપ્ટેમ્બર પૂર્ણ થઈ ચૂકી છે. આજે સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેંચ આ અંગે પોતાનો ચુકાદો સંભળાવવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટ આ અંગે નિર્ણય લેશે કે 2019માં કેન્દ્રનો નિર્ણય યોગ્ય હતો કે નહીં.
રસ્તાઓથી લઈને ઈન્ટરનેટ પર બાજ નજર
બીજી તરફ કલમ 370 અંગેના નિર્ણય પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બે દિવસ પહેલા જ પોલીસે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા દળોની તૈનાતી વધારી દીધી છે. રસ્તાઓથી લઈને ઈન્ટરનેટ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ભડકાઉ પોસ્ટ કરનારા પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીર પોલીસ પર તાનાશાહીનો આરોપ લગાવ્યો છે.
અધિકારીઓ એલર્ટ મોડ પર
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અંગેના નિર્ણય પહેલા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ એલર્ટ મોડ પર છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારા પાંચ યુઝર્સ સામે કેસ નોંધવામાં આવ્યા છે. પોસ્ટનો તો ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ બડગામ અને ગાંદરબલ જિલ્લામાં બે-બે કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે બારામુલાના એક શખ્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઉમર અબ્દુલ્લા સહિત ઘણા નેતાઓ પર નજર
જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષના ઘણા નેતાઓ પર નજર રાખવામાં આવી રહી છે. એવા રિપોર્ટ છે કે નેશનલ કોન્ફરન્સના નેતાઓ અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના ઘરે કાર્યકર્તાઓને જવા દેવામાં આવી રહ્યા નથી. વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પણ આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમની પાર્ટીના કાર્યકરોની યાદી તૈયાર કરી છે.
સુપ્રીમ કોર્ટ સંભળાવશે ચુકાદો
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત થશે કે નહીં? આ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. સાવચેતીના પગલા તરીકે નિર્ણય પહેલા જમ્મુ-કાશ્મીરમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રસ્તાઓથી લઈને ઈન્ટરનેટ સુધી નજર રાખવામાં આવી રહી છે. નિર્ણયના બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં વહીવટીતંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT