EDની રેડ બાદ અર્પિતાની 4 કાર ગાયબ, CCTV ફૂટેજના મારફતે તપાસ શરુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં ફસાયેલી અર્પિતા મુખર્જીની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એક પછી એક દરોડા અને કરોડોની રોકડની રિકવરી બાદ તેમની ચાર કાર ગુમ હોવાનું કહેવાય રહ્યું છે. ડાયમંડ સિટી ફ્લેટ કોમ્પ્લેક્સમાંથી અર્પિતાની ચાર લક્ઝરી કાર ગાયબ છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારોમાં મોટી માત્રામાં રોકડ રકમ પણ ભરેલી હતી.

આ ચાર કારમાં અર્પિતા મુખર્જીના નામ પર હોન્ડા સીટી અને ઓડી કાર નો સમાવેશ થાય છે જયારે બીજી બે કાર કોની છે તેમના અંગે કોઈ જાણકારી મળી નથી. 23 જુલાઈના રોજ અર્પિતાના ફ્લેટ પર પહેલી વખત EDની રેડ પડી હતી. આ રેડમાં 21 કરોડ રોકડા, 20 મોબાઈલ અને 50 લાખ રૂપિયાના દાગીના મળી આવ્યા હતા. આ ઉપરાંત EDને અર્પિતાના ઘરેથી 60 લાખનું વિદેશી કરન્સી મળી આવ્યું હતું. EDએ અર્પિતાના અન્ય ફ્લેટમાંથી 27.9 કરોડ કેશ મળ્યા હતા. જેમાં 2000 અને 500ની નોટ મળી આવી હતી.

રડતી જોવા મળી અર્પિતા
ED કસ્ટડીમાં કારમાંથી ઉતરતા પહેલા જ અર્પિતા મુખર્જી રડતી જોવા મળી હતી. મહિલા સુરક્ષાકર્મીઓ તેને કારમાંથી ઉતારવાનો પ્રયાસ કરી રહીહતી તે દરમિયાન પોતાના હાથથી ચહેરો ઢાંકીને તે રડતી પણ જોવા મળી હતી.અર્પિતાને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા પહેલા જાણવા મળ્યું છે કે અર્પિતા મુખર્જી પર EDના દરોડા બાદથી તેની ચાર કાર ગુમ થઈ ગઈ છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, અર્પિતાની આ ચાર કાર તેના ડાયમંડ સિટી કોમ્પ્લેક્સમાંથી ગુમ હોવાનું કહેવાય છે. આમાંથી બે કાર અર્પિતાના નામે છે. અર્પિતાની ડાયમંડ સિટીના ફ્લેટમાંથી ધરપકડ કરવામાં આવી ત્યારથી આ કાર્સ ગુમ હોવાનું કહેવાય છે. હાલ સીસીટીવી ફૂટેજ જોઈને કારને ટ્રેસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT