જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં લશ્કર-એ-તૈયબાના 5 આતંકીઓના ઢીમ ઢાળી દેવાયા
Kulgam Encounter Updates: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સૂત્રોનું માનીએ તો…
ADVERTISEMENT
Kulgam Encounter Updates: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સૂત્રોનું માનીએ તો હજુ પણ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા છે. હાલ સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદીઓને શોધી રહ્યા છે.
#WATCH | Srinagar, J&K: On 5 terrorists being killed in Kulgam encounter, IGP Kashmir Vidhi Kumar Birdi says “Security Forces got an intelligence input regarding the movement of some terrorists in Kulgam. During the search operation, a terrorist fired from a house after which an… pic.twitter.com/ogwjjUJfxG
— ANI (@ANI) November 17, 2023
હજુ ઓપરેશન ફાઈનલ સ્ટેજમાંઃ IGP
કાશ્મીરના IGP વિધી કુમાર બિરદીએ કહ્યું કે, અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન હજુ ફાઈનલ સ્ટેજમાં છે. ગુરુવારથી કુલગામમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે આ વિસ્તારમાં ઘેરાબંધી સઘન કરી દેવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે લશ્કર-એ-તૈયબાના બે સ્થાનિક અને એક વિદેશી આતંકવાદીને ઘેરી લેવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી અધિકારીઓ તરફથી આની પુષ્ટિ કરવામાં આવી નથી.
આ વિસ્તારને સેનાએ ઘેરી લીધો
કુલગામના આ વિસ્તારમાં ગુરુવારે રાત્રે તો શાંતિ રહી, પરંતુ શક્રવાર સવારથી જ ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને લોકોને અહીંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ગઈકાલથી ચાલી રહ્યું છે ઓપરેશન
નોંધનીય છે કે, દક્ષિણ કાશ્મીરના કુલગામના ડીએચ પોરામાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ ગઈકાલે બપોરે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેનાના જવાનોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો, પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે બાદ જવાનોઓ પણ જડબાતોડ જવાબ આપ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT