બિરયાનીના કારણે બબાલ: ગ્રાહકોએ ફરિયાદ કરતા હોટલના સ્ટાફે કરી ધોકાવાળી, 6ની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Biryani Viral Video: હૈદરાબાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હોટલના સ્ટાફ અને ગ્રાહકોની વચ્ચે બિરયાનીને લઈને મારામારી થઈ હતી. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ પણ કરી હતી. જોકે, બાદમાં તેઓને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

બિરયાની કાચી હોવાથી કરી ફરિયાદ

એક રિપોર્ટ અનુસાર, આ મારામારીની ઘટના એબિડ્સની પ્રખ્યાત ગ્રાન્ડ હોટેલમાં બની હતી. ધૂલપેટ વિસ્તારમાં રહેતો એક પરિવાર હોટલમાં જમવા માટે ગયો હતો. આ પરિવારે જમવા માટે બિરયાની ઓર્ડર કરી હતી, પરંતુ આ બિરયાની કાચી હોવાથી તેઓએ હોટલના સ્ટાફને આ અંગે ફરિયાદ કરી હતી. આ વાત પર વિવાદ એટલો વધી ગયો કે એક ગ્રાહકે વેઈટરને થપ્પડ ઝીકી દીધી. જે બાદ વેઈટરે તરત જ તેના સાથીદારોને બોલાવ્યા, ત્યારબાદ વિવાદ વધુ વકર્યો.

ADVERTISEMENT

વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

જે બાદ હોટલના સ્ટાફે કથિત રીતે ગ્રાહકો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં મહિલાઓની ચીસો સાંભળી શકાય છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધીને છ લોકોની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં આ લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

ખુરશી અને વાયપરથી કર્યો હુમલો

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એ ચંદ્રશેખરે કહ્યું કે ગુસ્સે ભરાયેલા ગ્રાહકોમાંથી એકે વેઈટરને થપ્પડ માર્યા પછી વિવાદ વકર્યો હતો, જો આપણે વાયરલ વીડિયોની વાત કરીએ તો હોટેલ સ્ટાફ વાઈપર અને ખુરશીઓ જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, એબિડ્સ પોલીસે હોટલ સ્ટાફ અને અન્યો સામે આઈપીસી કલમ 324, 504, 509 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT