અરવલ્લીના ખેડૂતે બનાવ્યું ‘હરતું ફરતું ઘર’, સોલર કારની અંદર AC, ટીવી, ફ્રીઝ અને બેડની સુવિધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા/અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ખેડૂતો ખેતીક્ષેત્રે તો આગળ છે સાથે સાથે તેમની કોઠાસૂઝથી કંઈક નવીન કરવાની દિશામાં આગળ વધતા હોય છે. આવું જ કંઈક કર્યું છે બાયડ તાલુકાના ચોઈલા ગામના વતની અમૃતભાઈ પટેલે. 61 વર્ષિય અમૃતભાઈ પટેલે તેમની કોઠાસૂઝથી એક કેમ્પર વાન તૈયાર કરી છે, જે સોલર પેનલથી સંચાલિત છે, આ સાથ જ તેમાં બેટરીનો પણ ઉપયોગ કરાયો છે. ખેતી સાથે સાથે બોરવેલના બિઝનેસ સાથે સંકળાયેલા અમૃતભાઈને ચામડીની એલર્જી છે આથી ડોક્ટરે તેમને છાયડામાં જ રહેવાની સલાહ આપી હતી. જોકે તેમના માટે ઘરમાં બેસી રહેવું શક્ય નહોતું એવામાં તેમણે એક એવી ગાડી તૈયાર કરી જેમાં તેઓ કામે પણ જઈ શકે અને પોતાનું ગુજરાન પણ ચલાવી શકે. આમ તેમણે વેસ્ટમાંથી એક સોલર પેનલથી ચાલતી કેમ્પર વાન તૈયાર કરી નાખી છે.

કારની અંદર એસી, પંખો અને ટીવીની સુવિધા
અમૃતભાઈએ તૈયાર કરેલા આ હરતા ફરતા ઘરમાં પેટ્રોલ કે ડીઝલ ભરવાની કોઈ ઝંઝટ રહેતી નથી. તેમાં એસી, પંખો, લાઈટ, ઈલેકટ્રીક સગડી જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે. અંદાજે ત્રણ લાખ રૂપિયામાં તૈયાર કરેલ કેમ્પર વાનમાં એ તમામ સુવિધા છે જે લક્ઝુરિયસ વાહનમાં હોય છે. ખેડૂત અમૃતભાઈએ એફવાય બીકોમનો અભ્યાસ કર્યો અને આઈટીઆઈ કર્યા બાદ વાયરમેનનું કામ કર્યું. પરંતુ તેમાં ઘણી સમસ્યા આવતા તેમણે આ કેમ્પર વાન બનાવવાનું નક્કી કર્યું. હાલ તેઓ બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: સુરત: Ludoમાં પૈસા હારી જતા સગીર 4.10 લાખ ચોરીને મુંબઈ ભાગ્યો, મોજશોખ પૂરા કરી ભીખારીઓને દાન કર્યું

સિંગલ ચાર્જમાં કેટલા કિલોમીટર ચાલે કાર?
આ વિશે અમૃતભાઈ જણાવતા કહે છે કે, આ એક મેક્સી મોટની છોટા હાથી ટાઈપની જૂની ગાડી હતી. તેની અંદર ઈલેક્ટ્રિક કાર બનાવી છે. જે સોલર પેનલથી ચાર્જિંગ થાય છે. તેમાં ચાર બેટરીઓ લગાવવામાં આવી છે અને અંદર આરામની સુવિધાઓ પણ કરી છે. ગાડીની અંદર એક ડબ્બો બનાવીને એસી, ફ્રીઝ, ટીવી, ઈલેક્ટ્રિક સગડી અને લાઈટોનો ઉપયોગ કર્યો છે. અંદર પંખો પણ છે. સાઈટ પર જવા માટે ગાડી ઈલેક્ટ્રિકથી જ આવે અને જાય. પરંતુ સાઈટ પર મૂકીને અંદર આરામ માટે તેમાં બેડરૂમની વ્યવસ્થા કરી છે અને ઈલેક્ટ્રિક સગડી પણ અંદર મૂકી છે. ગાડીમાં 540 વોટની એક એવી ચાર સોલર પેનલ મૂકેલી છે, અને 150 કિલોવોટની બેટરી છે અને ઈન્વર્ટર છે. ઘરેથી અને સોલરથી પણ તે ચાર્જ થાય છે. એકવાર ચાર્જ કર્યા પછી તે 40 કિલોમીટર સુધી જાય છે. પરંતુ તડતામાં દિવસે બહાર નીકળીએ એટલે આખો દિવસ ચાલે.

ADVERTISEMENT

ADVERTISEMENT

આ પણ વાંચો: Ambaji: મોહનથાળ મુદ્દે ભાજપના નેતાએ ધરી દીધું રાજીનામું કહ્યું, ભગવાન પહેલા પક્ષ પછી

કેટલા રૂપિયામાં તૈયાર કરી સોલર કાર?
ખાસ વાત છે કે અંદાજે ત્રણ લાખ રૂપિયામાં તૈયાર કરેલી આ કેમ્પર વાનમાં એ તમામ સુવિધા છે જે લક્ઝુરિયસ સાધનમાં હોય. ખેડૂત અમૃતભાઈએ બી.કોમનો પ્રથમ વર્ષ સુધી જ અભ્યાસ કર્યો છે. બાદમાં આઈટીઆઈ કર્યા બાદ વાયરમેનનું કામ કર્યું. પરંતુ તેમાં ઘણી સમસ્યા આવતા તેમણે આ કેમ્પર વાન બનાવવાનું નક્કી કર્યું. હાલ તેઓ ખેતીની સાથે સાથે બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT