હિંદીમાં વાત ન કરીશ જાહેરમાં એ.આર રહેમાને પત્ની સાયરા બાનોની ઝાટકણી કાઢી, વીડિયો થયો વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ઓસ્કર વિનિંગ મ્યુઝિક કંપોઝર એ.આર રહેમાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક પબ્લિક ઇવેન્ટ દરમિયાનનો છે. પોન્નિયિન સેલવન 2 ના મ્યુઝિક
કંપોઝર એ.આર રહેમાન, સ્ટેજ પર એવોર્ડ રિસીવ કરવા પોતાની પત્નીઓ સાથે આવે છે અને સ્પીચ આપે છે. એ.આર રહેમાન તમિલ ભાષા બોલતા હોય છે કે સાયરા તેમના ઇન્ટરવ્યુને ફરી જુએ છે જેથી તે તેમની ભુલને નોટિસ કરીને જણાવી શકે. ત્યાર બાદ રહેમાન પોતાની પત્નીને માઇક આપે છે અને તેમને કહે છે કે, તેઓ હિંદીમાં નહી પરંતુ તમિલમાં વાત કરે.

સાયરા, રહેમાનની આ વાત સાંભળીને થોડો એમ્બરેસ થવા લાગે છે. ત્યાં હાજર ઓડિયન્સ જોર જોરથી હસવા લાગે છે. સાયરા કહે છે કે, તેમની તમિલ ભાષા સારી નથી, એટલા માટે તેઓ ઇંગ્લીશમાં વાત કરશે. સાયરા કહે છે કે, તમને તમામને ગુડ ઇવનિંગ સોરી હું તમિલ ભાષા સારી રીતે બોલી નથી શકતો. એટલા માટે મને એક્સક્યુઝ આપો. હું ખુબ જ ખુશ છું કારણ કે તેમનો અવાજ મારો ફેવરેટ છે. મને તેના અવાજ સાથે પ્રેમ થયો હતો. હું બસ આટલું જ કહી શકું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એ.આર અહેમાને અલગ અલગ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. જોકે તમિલ મુદ્દે તેમનો એક અલગ જ લગાવ રહ્યો છે. 99 સોંગના લોન્ચ પર મ્યુઝિક કંપોઝર સ્ટેજથી ઉતરીને જતા રહ્યા હતા, જ્યારે ઇહાન ભટ્ટે તેમને હિંદી ભાષામાં સવાલ કર્યો હતો. રહેમાને 99 સોન્ગને કો રિટન અને પ્રોડ્યુસ કર્યું હતું. આ દરમિયાન ઇહાન અને રહેમાનનો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાય છે કે, ઇહાન જ્યારે હિંદીમાં સવાલ કરી રહ્યા હતા તો રહેમાને વચ્ચે હિંદી શબ્દ બોલ્યો હતો અને તેઓ સ્ટેજથી નીચે ઉતરી ગયા હતા. રહેમાને ત્યાર બાદ કહ્યું હતું કે, મે તમને પુછ્યું તો હતું કે તને તમિલ ભાષા આવે છે કે નહી, પરંતુ તમે સમજ્યા નહી, રહેમાન તે સમયે મજાક કરી રહ્યા હતા.

ADVERTISEMENT

એ.આર રહેમાનની પર્સનલ લાઇફના મુદ્દે વાત કરીએ તો મ્યૂઝિક કંપોઝરે સાયરા બાનોને વર્ષ 1995 માં નિકાહ કર્યા હતા. તેના ત્રણ બાળકો છે ખતીજા, અમીન અને રહીમા. તેની પુત્રી ખતીજા રહેમાન પોતાના ગીતોથી વધારે પોતાના લુકના મુદ્દે ચર્ચામાં રહે છે. ખતીજ હંમેશા પોતાના ચહેરાને નકાબથી ઢાંકીને રાખે છે. તેમનો ચહેરો આજ સુધી કોઇએ જોયો નથી. આ મુદ્દે સિંગર અનેક વખત ટ્રોલ પણ થતો રહે છે.

    follow whatsapp

    ADVERTISEMENT