RSS પ્રચારક પર હુમલાના આરોપીઓની માં બોલી બાળકોને માફ કરો
શાહજહાપુર : યુપીના શાહજહાપુરમાં બુધવારે માોડી રાત્રે આરએસએસ પ્રચાર પર હુમલાનો મામલો હવે ધીરે ધીરે મોટો થતો જઇ રહ્યો છે. પોલીસ અધીક્ષકના ઘેરાવની ચેતવણી બાદ…
ADVERTISEMENT
શાહજહાપુર : યુપીના શાહજહાપુરમાં બુધવારે માોડી રાત્રે આરએસએસ પ્રચાર પર હુમલાનો મામલો હવે ધીરે ધીરે મોટો થતો જઇ રહ્યો છે. પોલીસ અધીક્ષકના ઘેરાવની ચેતવણી બાદ એસપી પોતે આરએસએસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેમણે કડક કાર્યવાહીનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે પોલીસ અધીક્ષકની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યો છે. આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદે આરોપીઓના ઘરે બુલડોઝ ચલાવવાની માંગ કરી છે. હાલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને જેલ મોકલી દેવામાં આવ્યા છે.
કાર્યાલય બહાર ટોઇલેટ મુદ્દે થયો હતો વિવાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશન સદર બજાર વિસ્તારના ટાઉન હોલમાં આરએસએસનું કાર્યાલય છે. કાલે મોડી રાત્રે કાર્યાલયની બહાર ટોયલેટ કરવા અંગે શશાંક ગુપ્તા નામના યુવકનું આરએસએસ મહાનગર પ્રચારક અમરજીત સિંહ સાથે વિવાદ થઇ ગયો હતો. મારપીટ બાદ શશાંકના પરિવારવાળા બે ડઝનથી વધારે લોકો સાથે પહોંચ્યા હતા.
કાર્યકર્તા અને પ્રચારક સાથે મારપીટ કરવામાં આવી
આરોપ છે કે, અહીં કાર્યાલયના કાર્યકર્તાઓ અને પ્રચારકો સાથે મારપીટ કરવામાં આવી. આ ઘટના બાદ મોડી રાત્રે મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યા. બજરંગ દળ અને વિશ્વ હિંદૂ પરિષદે પણ ભારે હોબાળો કર્યો હતો. ખાસ વાત છે કે, મારપીટ અને હોબાળો પોલીસની સામે થતું રહ્યું પરંતુ પોલીસ મુકદર્શક રહી હતી.
ADVERTISEMENT
પોલીસે અનેક લોકો સામે ફરિયાદ દાખલ કરી
આ મામલે આરએસએસ પ્રચારકની ફરિયાદ અંગે પોલીસે શશાંક ગુપ્તા, અમન, શેખર સહિત અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ગુરૂવારે પોલીસે 3 લોકોને અરેસ્ટ કરીને જેલ મોકલ્યા છે. પોલીસની સામે થયેલી મારપીટ અને બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT