માત્ર રૂ.75માં કોઈપણ ફિલ્મ જુઓ, આ ખાસ દિવસે તમામ થિયેટર-મલ્ટીપ્લેસમાં મળશે સુવિધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: જો તમે મોટા પડદા પર ફિલ્મ જોવાના શોખીન છો તો તમારા માટે સસ્તી ટિકિટ મેળવવા માટે શાનદાર તક છે. મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ ફિલ્મ લવર્સને ખુશખબરી આપતા દેશભરના થિયટરોમાં ટિકિટની કિંમતો એક ખાસ દિવસ માટે ઘટાડીને માત્ર 75 રૂપિયા કરી દીધી છે. દર્શકોને આ સુવિધા આગામી 16 સપ્ટેમ્બરે મળશે. આ દિવસે કોઈપણ ગમે તે થિયેટરમાં જોઈને માત્ર 75 રૂપિયામાં કોઈપણ ફિલ્મ જોઈ શકશે.

માત્ર 75 રૂપિયામાં ફિલ્મ જોવાની તક
જો તમે મોટા પડદા પર ફિલ્મ જોવા માટે આતુર થઈ રહ્યા હોય તો આગામી 16 સપ્ટેમ્બરે આજથી જ ઓફિસમાંથી રજા લઈ લેવી જોઈએ. કારણ કે 16મી સપ્ટેમ્બરે મોટા પડદા પર કોઈપણ ફિલ્મ જોવા માટે માત્ર 75 રૂપિયાની ટિકિટ લેવી પડશે. આ દિવસે કોઈપણ શહેર, થિયેટરમાં ફિલ્મ જોવા માત્ર 75 રૂપિયા આપવા પડશે.

ADVERTISEMENT

દેશભરમાં મળશે આ સુવિધા
16 સપ્ટેમ્બરે દેશભરમાં રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવાશે. આ દિવસે દેશભરના થિયેટરોમાં કોઈપણ ફિલ્મને માત્ર 75 રૂપિયામાં બતાવવામાં આવશે. હકીકતમાં મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને સમગ્ર ભારતના થિયેટરોમાં ફિલ્મ જોવા માટે આ જાહેરાત કરાઈ છે.

આ થિયેટરોમાં પણ મળશે સુવિધા
મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના નિર્ણયથી ફિલ્મ લવર્સ કોઈપણ થિયેટર કે મલ્ટીપ્લેક્સમાં જઈને ફિલ્મ જોઈ શકે છે. આ નિર્ણય PVR, INOX, સિનેપોલિસ, કાર્નિવલ, મિરાજ, સિટીપ્રાઈડ, એશિયન, મુક્તા A2, મૂવીટાઈમ, વેવ સિનેમા, ડિલાઈટ સહિત અન્ય ફિલ્મ થિયેટર્સમાં લાગુ છે. એવામાં લગભગ 200થી 300 રૂપિયા કોઈપણ ફિલ્મ માટે આપનારા દર્શકોને મોટી રાહત મળવાની છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT