અનુષ્કા શર્માની મુશ્કેલીઓ ફરી વધી… ટેક્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી કોઈ રાહત નહીં, જાણો શું છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસોમાં પોતાના અને વિરાટના વાયરલ વીડિયોને લઈને સતત ચર્ચામાં છે. અભિનેત્રીએ માત્ર પોતાની સુંદરતાથી જ નહીં પરંતુ પોતાના અભિનયથી પણ ચાહકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. હવે ફરી એકવાર અનુષ્કાનું નામ સેલ્સ ટેક્સ નોટિસ 2012-13 અને 2013-14 વચ્ચેના કેસ માટે ચર્ચામાં છે. આ મામલે અનુષ્કાએ સેલ્સ ટેક્સ નોટિસ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં MVAT એક્ટ હેઠળ કુલ ચાર પિટિશન દાખલ કરી હતી, પરંતુ હજુ સુધી તેને આ મામલે કોઈ રાહત મળી નથી.

અનુષ્કાની અરજીને ફગાવી દેતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે તે મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ એક્ટના નિર્ણય સામે અપીલ કરી શકે છે. કોર્ટે અનુષ્કાને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ નીતિન જામદાર અને અભય આહુજાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે, જેમાં અભિનેત્રીની વિવાદાસ્પદ અરજીને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી છે.

જાણો શું છે મામલો
અનુષ્કા શર્માએ વર્ષ 2012-13 અને 2013-14માં મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ હેઠળ મઝગાંવ સેલ્સ ટેક્સ ડેપ્યુટીના આદેશને પડકારતી બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અનુષ્કાએ આ કાયદા હેઠળ ચાર અરજીઓ દાખલ કરી હતી, જેને કોર્ટે ફરી એકવાર સંપૂર્ણપણે ફગાવી દીધી છે.મહારાષ્ટ્ર સરકારે અનુષ્કાની 12.3 કરોડ રૂપિયાની આવક પર 1.2 કરોડ રૂપિયાનો ટેક્સ લગાવવાનો આદેશ આપ્યો હતો. અને વર્ષ 2013-14માં અનુષ્કા પર 17 કરોડ રૂપિયાની આવક પર 1.6 કરોડ રૂપિયા ટેક્સ લગાવવામાં આવ્યો હતો. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે ટેક્સ પર્ફોર્મન્સ અને જાહેરાતો સાથે સંબંધિત છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: બિડેન, સુનકને પાછળ છોડીને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં વગાડ્યો ડંકો, ફરી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા

શું કહ્યું અનુષ્કાએ અરજીમાં
અનુષ્કા શર્માની અરજીઓ મુજબ, તેણે યશ રાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ, એજન્ટ અને કાર્યક્રમના નિર્માતા/આયોજકો સાથે ત્રિપક્ષીય વ્યવસ્થાના ભાગરૂપે અમુક સમયગાળા દરમિયાન અમુક ફિલ્મો અને એવોર્ડ સમારંભોમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. પરંતુ, આકારણી અધિકારીએ તેમની ફિલ્મોની વિચારણા પર નહીં પરંતુ વ્યાપારી જાહેરાતો અને એવોર્ડ શોમાં એન્કરિંગના આધારે સેલ્સ ટેક્સનું મૂલ્યાંકન કર્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT