Anupama ના એક્ટરે લગાવ્યો ગંભીર આક્ષેપ, તારક મહેતા કરતા પણ છે ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : તારક મહેતા બાદ હવે અનુપમા શો માં પણ સ્ટાર્સ વચ્ચે જંગ છેડાઇ ચુકી છે. કો સ્ટાર્સ જ હવે શોની પોલ ખોલી રહ્યા છે. અનુપમા છેલ્લા બે વર્ષથી દર્શકોનો ફેવરેટ શો બનેલો છે. પરંતુ તે સીરિયલ ઘણીવાર પોતાના ટ્રેકના કારણે ટ્રોલર્સના નિશાન પર પણ રહે છે. તેવામાં આ શોમાં સમરનો રોલ કરી ચુકેલા પારસ કલનાવતે દાવો કર્યો કે, 80 ટકા કલાકાર અનુપમા છોડવા માંગે છે.

એક ઇન્ટરવ્યુમાં શોના એક્ટર્સ નિધિ શાહ અને આશીષ મેહરોત્રાએ પોતાના કો એખ્ટરના દાવાને ખોટા અને ફની ગણાવ્યા હતા. જે અંગે હવે પારસે રિએક્ટ કર્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, મે તેમને જણાવ્યું કે, કઇ રીતે તેમણે મારી પીઠમાં છરો ઘોપ્યો હતો. જો હવે તમે તે લોકોને આ સવાલ પુછશો તો તેમનો જવાબ અલગ હશે. મે તેમને પોતાના દાવાના પુરાવા મોકલ્યા છે. મારી પાસે શોમાં કામ કરનારા લોકોના મેસેજ અને સ્ક્રિનશોટ્સ છે. તે ખુશ નથી અને અરાજક માહોલના કારણે શો છોડી રહ્યા છે.

જો કે પોતાની જવાબદારીઓના કારણે તેઓ શોમાં છે. મેકર્સ પાસે તે અંગે કહેવા માટે કંઇ નથી. તેઓ જાણે છે કે, મારી ફરિયાદ સાચી છે. પારસનું કહેવું છે કે, અનુપમા શોમાં તેમના વાતાવરણ ખુબ જ ખાબ થઇ ગયું હતું. દરરોજ તેમના ઝગડાઓ થતા હતા. એટલું ટોક્સિક સ્થળ બની ગયું હતું કે તેઓ કામ પણ કરી શકતા નહોતા. આ જ કારણે આખરે તેણે શો છોડી દીધો. એક્ટરનું કહેવું છે કે, કેટલાક ચોક્કસ લોકોને શોમાં ખુબ જ પ્રેમ મળે છે. તે લોકો જ ટકેલા છે.

ADVERTISEMENT

પારસના દાવા અંગે અનુપમાના મેકર્સ તરફથી કોઇ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ વધારે એક ખ્યાતનામ શોના અભિનેતાઓ પણ શો અને તેના પ્રોડ્યુસર્સ પર આરોપ લગાવી રહ્યા છે. હાલ આ સમગ્ર મામલો ખુબ જ વિવાદિત બની રહ્યો છે. એક્ટર્સ વચ્ચે શાબ્દિક ટપાટપીઓ પણ થઇ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT