ખ્યાતનામ અભિનેત્રી અચાનક સાધુ બની ગઇ, કહ્યું આ મોહમાયામાં કંઇ જ નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : અનઘા ભોસલે નામની ખ્યાતનામ અભિનેત્રીએ માત્ર 23 વર્ષની ઉંમરે જ આ જાકજમાળનું જીવન છોડી દીધું છે. હવે તે ભક્તિની રાહ પર ચાલી નિકળી છે. અનઘા ભોસલે અંતિમ વખત અનુપમા સીરિયલમાં જોવા મળી હતી. તેણે એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત પણ કરી દીધી હતી. ખુબ જ નાની ઉંમરમાં તેણે ખુબ જ નામ કમાઇ લીધું હતું. તેવામાં અચાનક તેમણે ચાહકોને ઝટકો લાગે તેવો નિર્ણય લીધો હતો. એક્ટિંગ કરિયરને અલવિદા કહી દીધું હતું જેના કારણે તેના ફેન્સ પણ ખુબ જ ચોંકી ઉઠ્યા છે.

પોતે લાંબા સમયથી કૃષ્ણભક્તિમાં લીન હોવાનું જણાવ્યું
હાલમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન તેણે જણાવ્યું કે, તે ઘણા લાંબા સમય પહેલાથી જ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ ગઇ હતી. જો કે પોતાના એક્ટિંગ કરિયરના કારણે પુરતો સમય ભક્તિમાં આપી શકતી નહોતી. જેના કારણે આખરે તેઓએ એક્ટિંગ છોડીને હવે સંપુર્ણ ભક્તિભાવમાં લીન થવાનો નિર્ણય લીધો છે. હવે તે સંપુર્ણ સમય ભક્તિને જ આપશે. આ અંગેનું તેણે કારણ પણ જણાવ્યું. અનધાએ કહ્યું કે, જ્યારે તમે દુખ તકલીફમાં હો ત્યારે કોઇ તમારી પાસે નથી હોતું. માત્ર કૃષ્ણ જ હોય છે કે જેઓ તમારો હાથ એકવાર પકડે તો ક્યારે પણ છોડતા નથી.

પોતે લગ્ન કરશે પરંતુ યોગ્ય સમયે પોતાના જેવા કૃષ્ણભક્તની સાથે
એક સમય એવો આવે છે જ્યારે તમારા માતા – પિતા પણ થાકીને સુઇ જાય છે. જો કે આ કૃષ્ણનો એક જ રસ્તો એવો છે જે તમને શાંતિ તરફ લઇ જાય છે. તમને ખબર નથી કે તમારુ જીવન કેટલું લાંબુ છે તેથી નિર્ણયો ઝડપથી લઇ લેવા જોઇએ. મારા અનેક ફેન્સને પણ આ નિર્ણયના કારણે આઘાત લાગ્યો હતો. અનુપમા શો બાદ મને એક અન્ય શોની ઓફર પણ આવી હતી. જો કે મે માયાથી પર જઇને કૃષ્ણ પર પસંદગી ઉતારી.અનધાએ કહ્યું કે, તે સન્યાસી નથી બની હજી સુધી માત્ર કૃષ્ણ ભક્ત જ છે. તે લગ્ન પણ કરશે પરંતુ કોઇ એવા વ્યક્તિ સાથે જે તેની જેમ જ કૃષ્ણભક્તિમાં લીન હોય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT