સરકારી નોકરી મળતા જ સફાઈકર્મી પતિને છોડી દેનારી મહિલા અધિકારી અને પ્રેમી વિશે ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સૂર્યવંશમ ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સફાઈ કામદાર પતિએ પત્નીને ઉચ્ચ શિક્ષા અપાવીને તેને અધિકારી બનાવી. જોકે અધિકારી બન્યા બાદ પત્ની દગાખોર બની ગઈ અને અન્ય અધિકારી સાથે અફેર કરીને પતિની હત્યાનું ષડયંત્ર બનાવ્યું હોવાનો આરોપ લાગ્યો છે. પતિએ પોલીસમાં ફરિયાદ આપ્યા બાદ મહિલા અધિકારી જ્યોતિ વર્માએ પોતાના જ પતિ પર દહેજ માંગવા, ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ-પ્રત્યારોપ વચ્ચે મહિલા PCS અધિકારીની વસૂલાતની 100 પાનાની ડાયરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ડાયરી મહિલા પીસીએસ ઓફિસરના પતિએ વાયરલ કરી છે.

પત્નીના દૈનિક હિસાબની ડાયરી પતિએ જાહેર કરી
પતિ તરફથી અધિકારી પત્નીની રિકવરી ડાયરી વાયરલ થતાં અધિકારીઓ પણ આશ્ચર્યમાં છે. સફાઈ કામદાર આલોકનો દાવો છે કે ડાયરીમાં તેની પત્ની જ્યોતિ વર્માની દૈનિક રિકવરીનો હિસાબ છે. દરરોજ વસૂલ કરાયેલી રકમની વિગતો ડાયરીમાં દાખલ કરવામાં આવે છે. ડાયરીમાં નોંધાયેલા હિસાબોના આધારે પતિનો દાવો છે કે તેની ઓફિસર પત્નીએ દર મહિને ગેરકાયદેસર રીતે છ લાખ રૂપિયા કમાયા છે.

અધિકારી પત્નીનો પતિ પર મોબાઈલ હેક કરવાનો દાવો
હાલ આલોકના દાવામાં કેટલી હકિકત છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. સફાઈ કામદાર આલોકે હોમગાર્ડ હેડક્વાર્ટરમાં આ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ પર ડીજી હોમગાર્ડ વીકે મૌર્યએ પ્રયાગરાજના ડેપ્યુટી કમાન્ડન્ટ જનરલ સંતોષ કુમારને તપાસ સોંપી છે. તેમણે પતિનું નિવેદન નોંધ્યું છે. ટૂંક સમયમાં બરેલીમાં તૈનાત મહિલા અધિકારીની પૂછપરછ કરવામાં આવશે. હાલમાં અધિકારીની પત્નીએ તેના પતિ પર મોબાઈલ હેક કરવાનો આરોપ લગાવતા અધિકારીઓને ફરિયાદ કરી હતી. જેની તપાસ એડીપીઆરઓને સોંપવામાં આવી છે.

ADVERTISEMENT

હજુ તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ પહેલા પ્રયાગરાજ જિલ્લામાં મહિલા પીસીએસ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. તેમણે લાંબા સમયથી અહીં એસડીએમના પદ પર જવાબદારી નિભાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો પતિ દ્વારા વાયરલ કરવામાં આવેલી રિકવરી ડાયરી મહિલા અધિકારીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

શું છે સમગ્ર મામલો?
યુપીના બરેલી જિલ્લામાં તૈનાત વરિષ્ઠ મહિલા PCS અધિકારી પર તેના પતિએ બેવફાઈનો આરોપ લગાવ્યો હતો. પ્રતાપગઢ જિલ્લામાં પંચાયત રાજ વિભાગમાં ચોથા ગ્રેડની પોસ્ટ પર કામ કરતા પતિએ તેની એસડીએમ પત્ની અને તેના પ્રેમીથી પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યુ છે. પીડિતાના પતિ આલોક કુમાર મૌર્યએ ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

ADVERTISEMENT

સાથે જ સીએમ યોગી આદિત્યનાથના જનતા દરબારમાં આ મામલે કાર્યવાહીની વિનંતી કરી છે. આ સાથે એસડીએમની પત્ની અને તેના હોમગાર્ડ કમાન્ડન્ટના પ્રેમી સામે પણ વિભાગીય સ્તરે કાર્યવાહી માટે હોમગાર્ડ હેડક્વાર્ટરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પતિએ પોલીસને તેની પત્ની અને તેના પ્રેમી વચ્ચેની વોટ્સએપ ચેટ પણ આપી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT