પૃથ્વીની આસપાસ ફરતો બીજો ચાંદો મળી આવ્યો, આ ચંદ્રની સૌથી મોટી ખાસીયત જાણી આશ્ચર્યથી ચોંકી જશો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : અંતરિક્ષમાં એક ચંદ્ર છે જેની સુંદરતા અને શીતળતાના સૌકોઇ વખાણ કરે છે. જો કે હવે એક નવો ચંદ્ર મળી આવ્યો છે. નાસા દ્વારા તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ નવા ચંદ્રને નાસાએ ક્વાસી મુન એટલે કે અર્ધ ચંદ્ર નામ આપ્યું છે. આ ચંદ્રની ખાસિયત છે કે, તે પૃથ્વી અને સુર્ય બંન્નેની પરિક્રમા કરે છે. જે મુદ્દે નાસાના વૈજ્ઞાનિકો દ્વારા અનેક મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે. આવો જાણીએ આ નવા ચંદ્રની શું ખાસિયત છે? તેને કઇ રીતે માહિતી મળી? ક્યાં સુધીમાં આ પૃથ્વીની પ્રદક્ષિણા કરશે?

કઇ રીતે થયો નવા ચંદ્રનો ખુલાસો?
નવા ચંદ્રની પહેલી ઝલક 28 માર્ચ, 2023 ના રોજ જોવા મળી હતી. ત્યારે વૈજ્ઞાનિકોએ તેને પૈનસ્ટાર્સ ટેલિસ્કોપથી દેખાયો હતો. ત્યાર બાદથી તેના પર વૈજ્ઞાનિકોએ અભ્યાસ શરૂ કર્યો હતો. હવે તેની પૃષ્ટિ થઇ છે કે, તેનું નામ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યૂનિયનના માઇનર પ્લેનેટ સેન્ટરની યાદીમાં નોંધાયું છે. અભ્યાસમાં માહિતી મળી કે, આ પૃથ્વી અને સૂર્ય બંન્નેનું ચક્કર લગાવે છે. જો કે સુર્યના ગુરૂત્વાકર્ષણના કારણે તે સૂર્યની તરફ ખેંચાતો રહે છે.

શું છે આ નવો ચંદ્ર?
નાસાના અુસાર ક્વાસી મૂન એક પ્રકારનો સ્પેસ રોક છે. તેનો ડાયામીટર (વ્યાસ) 30-50 ફુટ હોઇ શકે છે. આ અમારા ચંદ્રમાના વ્યાસનો એક નાનકડો અંશ છે. તે 2100 વર્ષ (100BC) થી પૃથ્વીની આસપાસ હાજર હતો. હવે તેની ઓળખ થઇ છે. આ આગામી 1500 વર્ષ એટલે કે AD 3700 સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. ત્યાર બાદ તે પૃથ્વીની કક્ષા છોડી દેશે. તેનાથી પૃથ્વીનો કોઇ ખતરો નહી હોય. 2023 FW 13 સૂર્યના ચારે તરફ તેટલા જ સમયમાં ચક્કર લગાવે છે. જેટલા સમયમાં પૃથ્વી લગાવે છે, સાથે જ તે પૃથ્વીની ચારે તરફ પણ ચક્કર લગાવે છે.

ADVERTISEMENT

નાસાના અનુસાર ક્વાસી-મુન ને ક્વાસી-સેટેલાઇટ પણ કહેવાય છે. આ ચંદ્રમાની જેમ જ પૃથ્વીની પરિક્રમા કરે છે. જો કે પૃથ્વીની જગ્યાએ સૂર્યના ગુરૂત્વાકર્ષણથી બંધાયેલા હોય છે. એટલા માટે તેને ક્વાસી કહેવામાં આવ્યા છે. બીજી તરફ ચંદ્ર પૃથ્વીના ગુરૂત્વાકર્ષણથી બંધાયેલા હોય છે.

જુના ચંદ્ર કરતા નવો કેટલો અલગ?
નાસાએ આ અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જેના અનુસાર નવો ચદ્ર પૃથ્વીના હિલ સ્ફીયરની બહારનું ચક્કર લગાવે છે. એટલે કે ત્યાં ચક્કર લગાવે છે જ્યાં ગુરૂત્વાકર્ષણ સૌથી વધારે હોય. આ જ બળના કારણે ઉપગ્રહ-ગ્રહની તરફ ખેંચાય છે. પૃથ્વીા હીલ સ્ફીયરનો રેડિયસ 1.5 મિલિયન કિલોમીટર છે.જ્યારે 2023 FW13 નું રેડિયસ તેનાથી મોટું એટલે કે 1.6 મિલિયન કિલોમીટર છે. બીજી તરફ આપણા ચંદ્રના હિલ સ્ફીયરનું રેડિયસ માત્ર 60 હજાર કિલોમીટર છે. આ સ્પેસ રોકેડ જે ઓર્બિટમાં છે.તેના અડધા રસ્તામાં મંગળ ગ્રહ અને અડધા રસ્તામાં શુક્ર ગ્રહ છે.

ADVERTISEMENT

આઠસો રહસ્યમયી ઘટનાઓ થઇ, નાસાએ પેનલની રચના કરી
એક તરફ ચંદ્રની ખોજ થઇ છે તો બીજી તરફ UFO ની તપાસ કરી રહેલા નાસાના એક પેનલે લગભગ 800 રહસ્યમયી ઘટનાઓ નોંધી છે. આ ઘટનાઓને UAP માનવામાં આવે છે. જેને વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી વિમાન અથવા જાણીતી પ્રાકૃતિક ઘટનાઓ તરીકે ઓળખ નથી થઇ શકતી. આ પેનલ આ વર્ષે એક રિપોર્ટ જાહેર કરશે.બુધવારે તેની પહેલી જાહેર બેઠક થઇ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT